VIDEO: 'મને મફત વીજળીનું શ્રી કૃષ્ણનું વરદાન છે, આ જાદુ ભગવાન તરફથી મને વરદાન રૂપે મળ્યું છે'
અરવિંદ કેજરીવાલે આજે પોતાના ભાષણથી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 24 કલાક વીજળી આપવામાં આવે છે અને તેમ છતાં ઝીરો બિલ આવે છે- આ છે ને જાદુ? મને મફત વીજળીનું શ્રી કૃષ્ણનું વરદાન છે.
Trending Photos
દ્વારકા: ગુજરાતમાં ચૂંટણીની મૌસમ પૂરજોશમાં ખીલી છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે ગુજરાતના દ્વારકામાં જનસભાને સંબોધી હતી.
અરવિંદ કેજરીવાલે આજે પોતાના ભાષણથી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 24 કલાક વીજળી આપવામાં આવે છે અને તેમ છતાં ઝીરો બિલ આવે છે- આ છે ને જાદુ? મને મફત વીજળીનું શ્રી કૃષ્ણનું વરદાન છે. મને આ જાદુ ભગવાન તરફથી વરદાન રૂપે મળ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, (ભાજપ) 27 વર્ષમાં જે કર્યું છે, તેના કારણે હવે સુદર્શન ચક્ર ચલાવીને ડિસેમ્બરમાં AAPની સરકાર લાવશે.
દિલ્હીના CMએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બન્યાના ત્રણ મહિના પછી શૂન્ય વીજળી બિલ આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આપણને મૂર્ખ બનાવે છે. પરંતુ મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, હું ભારતને નંબર વન દેશ બનાવવા માંગુ છું. માત્ર ભાષણથી ભારત નંબર વન દેશ નહીં બને. હોસ્પિટલ, શાળાઓ, મહોલ્લા ક્લિનિક બનાવવા પડશે, તો ભારત વિશ્વમાં નંબર વન હશે. આજે ટીવી અને સ્કૂટર પણ ત્રણ વર્ષની ગેરંટી સાથે આવે છે. મને પાંચ વર્ષની ગેરંટી આપો. જો હું કામ નહીં કરું તો હું વોટ માંગવા નહીં આવું, મને ગાળો આપજો કે કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યા છે, અમે દરેક યુવાનોને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું.
તેમણે ઉમેર્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો અમે 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન થશે. પેપરો લીક થઈ નહીં થાય, અમે તમામ સરકારી પોસ્ટ મેળવીને ભરીશું. પેપર લીકની તપાસ કરાનીશું. 2015 પછી લીક થયેલા તમામ પેપરની તપાસ કરીને 10 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવશે.
गुजरात के सभी किसान भाइयों के लिए हमारी गारंटी-
1. फसलों पर पूरी MSP, शुरू में 5 फ़सल
2. खेती के लिए दिन में 12 घंटे बिजली
3. मौजूदा ज़मीन सर्वे रद्द कर नया सर्वे
4. ₹20,000/Acre मुआवज़ा
5. नर्मदा बांध के पूरे Command क्षेत्र में 1 साल में पानी pic.twitter.com/IpTXERrSJ4
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 2, 2022
ગુજરાતના ખેડૂતોને કેજરીવાલની 6 ગેરંટી
- જો ખેડૂત MSP પર પાક વેચવા માંગે છે, તો સરકાર તેને ખરીદશે. અમે તેને 5 પાક (ઘઉં, ચોખા, ચણા, કપાસ અને મગફળી)થી શરૂ કરીશું, પછી ધીમે-ધીમે તેને વધારીશું.
- ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે.
- જમીનોના તમામ જૂના સર્વે રદ કરવામાં આવશે, ખેડૂતો સાથે નવો સર્વે કરવામાં આવશે.
- પાકના કિસ્સામાં 20 કલાક નિષ્ફળતા. એકર દીઠ રૂ. હજારનું વળતર અપાશે.
- નર્મદા ડેમના કમાન્ડ વિસ્તારમાં દરેક ખૂણે પાણી પહોંચાડશે.
– ખેડૂતોની રૂ. 2 લાખ સુધીની લોન માફ કરાશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે