લોકડાઉનમાં ભૂલાઈ સંવેદના, ઘરમાલિકે ભાડું નહીં મળતા ભાડુઆતને પરિવાર સહિત ઘરમાં પૂર્યા
કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. માનવજાતિના અસ્તિત્વ સામે મોટો પડકાર બનીને ઊભો રહી ગયો છે. ત્યારે આવા કપરા સમયે માનવતા દાખવવાની જગ્યાએ લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે. ત્યારે સંવેદનાને બાજુ પર હડસેલવાનો ચોંકાવનારો કિસ્સો મોડાસામાં જોવા મળ્યો. ઘર માલિકને ભાડું નહીં મળતા તેણે ભાડુઆતને ઘરમાં પૂરી દીધા અને ઘર આગળ તાળું મારી પરિવારને ઘરની અંદર જ પૂરી દીધો.
Trending Photos
સમીર બલોચ, અરવલ્લી: કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. માનવજાતિના અસ્તિત્વ સામે મોટો પડકાર બનીને ઊભો રહી ગયો છે. ત્યારે આવા કપરા સમયે માનવતા દાખવવાની જગ્યાએ લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે. ત્યારે સંવેદનાને બાજુ પર હડસેલવાનો ચોંકાવનારો કિસ્સો મોડાસામાં જોવા મળ્યો. ઘર માલિકને ભાડું નહીં મળતા તેણે ભાડુઆતને ઘરમાં પૂરી દીધા અને ઘર આગળ તાળું મારી પરિવારને ઘરની અંદર જ પૂરી દીધો.
વધુ વિગતો માટે જુઓ VIDEO
મળતી માહિતી મુજબ મોડાસાની સહારાનગર સોસાયટીની આ ઘટના છે. જ્યાં ઘર માલિકને ભાડુઆતે એક હજાર રૂપિયા ભાડું ઓછું આપતા મકાન માલિક ક્રોધે ભરાયો અને તેણે ભાડુઆતને ઘરમાં પૂરી દીધા. સમગ્ર પરિવારને ઘરમાં પૂરીને ઘર બહાર તાળું મારી દીધુ. ઈદના પવિત્ર તહેવારમાં પરિવાર આજીજી કરતો રહ્યો અને મકાનમાલિકનો પૌત્ર તાળું મારીને જતો રહ્યો.
મકાનમાલિક મોડાસા નગરપાલિકાના પૂર્વ સભાપતિ છે. જો કે આ સમગ્ર મામલો પોલીસમાં જતા પોલીસે આ કેદ કરાયેલા પરિવારનો છૂટકારો કરાવ્યો હતો. લોકડાઉન જેવી કપરી સ્થિતિમાં લોકોએ માનવતા દાખવવી જોઈએ ત્યારે આ સંવેદનાહીન કિસ્સો કાળજુ કંપાવી દે તેવો છે.
જુઓ LIVE TV
કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
આ મામલાને ગંભીરતાથી લઈને અરવલ્લીના કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારનો છૂટકારો કરાવ્યો હતો. પાડોશીઓએ નાણાની મદદ કરતા મકાન માલિકે રૂપિયા પણ ફેકી દીધા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે