બેંકની બહારથી ગ્રાહકના હાથમાંથી પૈસા ભરેલ બેગ ઝૂંટવી જતો ચોર ઝડપાયો

સુરતના વેસુ વીઆઇપી રોડ પર બેંકમા પૈસા ભરવા જતા એક શખ્સના હાથમાથી રુપિયા ભરેલી બેગ ઝુટવી એક ચોર ઇસમ ભાગી છુટયો હતો. જો કે બુમાબુમ કરતા લોકોએ આ ચોર ઇસમને ઝડપી પાડી બરોબરનો મેથી પાક ચખાડયો હતો. અગાઉ 15 દિવસ પહેલા પણ આ જ શખ્સને છેતરી રૂપિયા 30 હજાર લઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો.

બેંકની બહારથી ગ્રાહકના હાથમાંથી પૈસા ભરેલ બેગ ઝૂંટવી જતો ચોર ઝડપાયો

ચેતન પટેલ/સુરત: સુરતના વેસુ વીઆઇપી રોડ પર બેંકમા પૈસા ભરવા જતા એક શખ્સના હાથમાથી રુપિયા ભરેલી બેગ ઝુટવી એક ચોર ઇસમ ભાગી છુટયો હતો. જો કે બુમાબુમ કરતા લોકોએ આ ચોર ઇસમને ઝડપી પાડી બરોબરનો મેથી પાક ચખાડયો હતો. અગાઉ 15 દિવસ પહેલા પણ આ જ શખ્સને છેતરી રૂપિયા 30 હજાર લઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો.

સુરતના ભીમરાડ ગામમા રહેતા દિનેશ પલાસ ગતરોજ બપોરના સમયે વેસુ વીઆઇપી રોડ પર આવેલી બેંક ઓફ બરોડામા રુપિયા ભરવા માટે ગયા હતા. જ્યા બેંકની બહાર પહોંચતા જ એક અજાણ્યો ઇસમે તેમની થેલી ઝુંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દિનેશભાઇએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ આ ચોર ઇસમને ઝડપી પાડયો હતો અને બરોબરનો મેથીપાક ચખાડયો હતો.

રાજકોટમાં ફાયરિંગ : જો ઝાંપો બંધ ન કર્યો હોત તો મહિલાના શરીરમાં ગોળી ખૂંપી હોત

બનાવની જાણ થતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ચોર ઇસમની અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા જ દિનેશભાઇને ગઠિયો છેતરી જઇ રૂપિયા 30 હજાર સેરવી ગયો હતો. આ અંગે દિનેશભાઇ જ્યારે ફરિયાદ કરી હતી. ત્યારે ખટોદરા પોલીસે ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી જ સ્વીકારી હતી. જેથી લોકોમા રોષ જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news