AHMEDABAD માં સ્ટેડિયમની આસપાસ સોસાયટીના લોકોની બલ્લે બલ્લે, ઘરે બેઠા થશે તગડી કમાણી
Trending Photos
અમદાવાદ : IPL ની હાલની સીઝન અંતિમ તબક્કા તરફ પહોંચી ચુકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાવા જઇ રહ્યા છે. જ્યારે રવિવારે ફાઇનલમાં 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ આ બંન્ને મુકાબલાની તૈયારી માટે સજ્જ થઇ ચુક્યું છે. આજે સેમી ફાઇનલ સાંજે 07.30 વાગ્યે અને ફાઇનલ મેચ 8 વાગ્યે શરૂ થશે. જો કે આ મોટા આયોજન અગાઉ બંન્ને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું છે. સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં ચાર્જ આપીને પાર્કિંગ કરી શકાશે.
અમદાવાદમાં સૌથી વધારે ટ્રાફીક ફાઇનલ મેચમાં રહેશે. જેના કારણે રવિવારે આસપાસની સોસાયટીના લોકો સાથે વાત કરીને પણ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મકાન માલિકો ઇચ્છે તો પોતાના ઘરની આસપાસ ગાડી પાર્ક કરવાના બદલે ચાર્જ લઇ શકે છે. સોસાયટીઓએ પોતે આ પ્રકારનું આયોજન કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં પણ નાની મોટી સ્ક્રિન લગાવીને લોકો આઇપીએલનો આનંદ ઉઠાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વાહન પાર્ક કરવા માટે પ્રેક્ષકોને એડવાન્સ પાર્કિંગ પૈસા ઓનલાઇન ચુકવવા પડશે. આ પાર્કિંગ સ્લોટ બુક કરતા સમયે જ પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં ટૂ વ્હીલર્સના પાર્કિંગ માટે 50 રૂપિયા અને કાર માટે 150 રૂપિયા ચુકવવા પડશે. શુક્રવાર અને રવિવારના દિવસના પાર્કિંગ માટે પ્રેક્ષકોએ 27 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવી પડશે. આટલા મોટા પ્રમાણમાં આવનારા નાગરિકો અને વાહનો માટે પાર્કિંગની તૈયારી કરવી અને પાર્કિંગને મેનેજ કરવો પોલીસ માટે સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં આવી રહેલા સેલેબ્રિટિઝ અને VIP મુવમેન્ટ વચ્ચે આ બધી તૈયારી કરવી તે સૌથી મોટો પડકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે