બોટાદ : "એક ફૂલ દો માલી" યુવતીને પામવા માટે આર્મી જવાને ભર્યુ આશ્ચર્યજનક પગલું

યુવતીના પ્રેમીનો કાંટો કાઢવા માટે આર્મી જવાને પહેલા યુવકની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેને જ હોસ્પિટલ લઇ ગયો હતો

બોટાદ : "એક ફૂલ દો માલી" યુવતીને પામવા માટે આર્મી જવાને ભર્યુ આશ્ચર્યજનક પગલું

અમદાવાદ : "એક ફૂલ દો માલી" આ કહેવત પ્રમાણે બોટાદમાં એક જ પ્રેમિકા ના બે પ્રેમીઓ ના કારણે એકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને જેને હત્યા કરી તે જ જ પોતાનો ગુનો છુપાવવા તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, હત્યારો એક આર્મી જવાન હતો. બોટાદના બોડી ગામના યુવાન વિપુલ ચતુરભાઈ ધલવાનીયાની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકને ગંભીર હાલતે બોટાદના પાળીયાદ  હોસ્પિટલમાં લાવવાના આવ્યો હતો. જ્યા  ફરજ પર હાજર ડોકટર્સે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને  રાખી બોટાદ પોલીસ દ્વારા તત્કાલ ગુનો નોંધી અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. 

EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ, યુકે અને દુબઇમાં રહેલી તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી
તપાસ દરમિયાન જાણવા મળેલ કે યુવકને ગંભીર હાલતમાં  ઇક્કો કારમાં હોસ્પિટલ સુધી પહોંચાડનાર વ્યક્તિની કેટલીક વર્તણુંક શંકાસ્પદ હતી. જો કે આ યુવક આર્મીમાં નોકરી કરતો હોવાના કારણે પોલીસ થોડા સમય માટે ખચકાઇ હતી. જો કે પુરતા પુરાવા મળ્યા બાદ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબુલ્યો હતો. તેણે જ વિપુલની હત્યા કર્યું હોવાનું કબુલી લીધું હતું.
જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

હત્યા પાછળ ચોંકાવનારુ કારણ સામે આવ્યું
મૃત્યુ પામનાર વિપુલને બોડી ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, આ જ યુવતી સાથે પોતાને પણ પ્રેમ સંબંધ હોઇ બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે બાદમા તેણે તથા યુવતીના ભાઈએ  મૃતક વિપુલને બોડી ગામની મઢુલી પાસે બોલાવ્યો હતો. જ્યાં ફરી એકવાર ઉગ્રબોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલા આર્મી જવાને વિપુલની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસને શંકા ન જાય તે માટે પોતે જ તેને ઇકો ગાડીમાં નાખીને હોસ્પિટલ લાવ્યો હતો.

મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ
જો કે પોલીસે યુવતીના ભાઈ તથા આર્મી જવાન આરોપીને ઝડપી લીધા છે.અત્રે ઉલલખનીય છે કે હત્યા કરનાર મુખ્ય આરોપી જયેશ સરવૈયા ઇન્ડિયન આર્મીમાં દિલ્હી ખાતે એમટી વિભાગમાં ફરજ બજાવે છે અને રજા પર તે વતન આવેલ હતો તેમજ યુવતીનો ભાઈ નરેન્દ્રને પણ પોલીસે ઝડપી લીધો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news