બુલેટ ટ્રેન બાદ વિકાસના નામે સરકારનો વધુ એક પ્રોજેક્ટ, ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો બનશે જમીન વિહોણા!
ભારત એ ખેતીપ્રધાન દેશ છે, ત્યારે ખેતીપ્રધાન દેશમાં ક્યાંકને ક્યાંક હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. વિકાસના નામે ગુજરાતમાં એક બાત એક નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. જેમાં ખેડૂતોએ પોતાની ખેતીની જમીન સંપાદન કરવું પડી રહ્યું છે.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: વિકાસના નામે સરકારના એક બાદ એક પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન જઈ રહી છે. જેને લઈ ખેડૂતો ખેતી વિહોણા બની રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં વધુ એક પ્રોજેકટની કામગીરી શરૂ થવા જઈ રહી છે. તેમાં ખેડૂતોએ ફરી એક વાર જમીન સંપાદન કરવાનો વાળો આવ્યો છે. જેને લઈ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે ખેડૂતોએ વિરોધનો સૂર ઉપચાર્યો છે.
ભારત એ ખેતીપ્રધાન દેશ છે, ત્યારે ખેતીપ્રધાન દેશમાં ક્યાંકને ક્યાંક હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. વિકાસના નામે ગુજરાતમાં એક બાત એક નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. જેમાં ખેડૂતોએ પોતાની ખેતીની જમીન સંપાદન કરવું પડી રહ્યું છે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસવે પ્રોજેક્ટ પ્રસાર થયો છે. જેમાં ખેડૂતોએ પોતાની ખેતી લાયક જમીન પ્રોજેક્ટમાં સંપાદન કરવી પડી હતી, ત્યાતે ફરી એક વાર વલસાડ જિલ્લામાં હાઇટેશન વીજ લાઇન પ્રસાર થઈ રહી છે. પાવર ગ્રીડ ગ્રુપ દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને જાણ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
પાવર ગ્રીડ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. સાથે ખેડૂતોએ પણ કહી રહ્યા છે કે આ પ્રોજેક્ટ આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થશે. ખેડૂતોની ખેતીની જમીનની ફળદ્રુપતા આ પ્રોજેક્ટના કારણે ભારે નુકસાન થશે. સાથે આંબાવાડીઓમાં પણ આ પ્રોજેક્ટની અસર દેખાશે. સાથે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને વર્તનની કોઈપણ પ્રકારની વાત કરવામાં નથી. આવી તો જંત્રી ભાવ કરતા માત્ર 15 ટકા જેટલો જ એવું તમને જાણવા મળ્યું છે. જિલ્લામાં વધુ એક પ્રોજેક્ટ આવવાથી ખેડૂતો ખેતીની જમીન વિહોણા બનશે. એવું એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
વલસાડ જિલ્લામાં મોટેભાગના ખેડૂતો આંબાવાડી તથા ચીકુવાડી પર નભતા હોય છે. સાથે ખેતી કરી પોતાનું જીવન ચલાવતા હોય છે ત્યારે ફરી એક વખત વલસાડ જિલ્લામાં વિકાસના નામે પાવર ગ્રીડ પ્રોજેક્ટ આવતા ખેડૂતો એ પોતાની આજીવકા ગુમાવવાનો વાળો આવશે એને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટ જ્યાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાં આગળ મોટા ભાગના ખેડૂતો નાના ખેડૂતો હોવાના કારણે તેઓને પોતાની જમીન જશે તો તેઓ ખેતી વિહોણા બનશે.
નાની જમીન ના ટુકડાઓ ઉપર નિર્ભર રહેતા ખેડૂતોને જંત્રીના ભાવ કરતા માત્ર 15% વળતર આપીને પાવર ગ્રીડ પ્રોજેટ હેઠળ નવસારીથી હાઇટેશન લાઈન દમણ લઈ જવાનો પ્રોજેકમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન જવાની હોવાથી અને યોગ્ય વળતર ન મળવાનું હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પાવર ગ્રીડ પોજેકટના કારણે ખેડૂતોને ભારે નુકશાન ની વેઠવાનો વાળો આવશે. જેને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો આ પાવર ગ્રીડ પ્રોજેક્ટ વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ એવું ઈચ્છે રહ્યા છે કે સરકાર દ્વારા તમામ ખેડૂતો સાથે બેઠક યોજી ખેડૂતોને યોગ્ય વળતર આપે એવું ખેડૂતો ઈચ્છિ રહયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે