2323 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, પાર્થ દોશી સામે લુકઆઉટ નોટિસ

અમૃતસર એરપોર્ટ પર આવતાં જ ઇમિગ્રેશનના અધિકારીઓએ SMCના અધિકારીને જાણ કરતા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં બુકીઓને 3 માસ્ટર આઈડી આપનાર પાર્થ દોશી જ હતો.

2323 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, પાર્થ દોશી સામે લુકઆઉટ નોટિસ

ઉદય રંજન/અમદાવાદ: માધુપુરા સટ્ટાકાંડ કેસમાં વધુ એક આરોપીની એસએમસી એ ધરપકડ કરી સટ્ટા કાંડ ના મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ શરુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે પાર્થ દોશી સામે લુકઆઉટ નોટિસના આધારે દુબઈથી ભારત પરત આવતા અમૃતસર એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવા માં આવી છે.

SMCની ગિરફ્તમાં દેખાતા શખ્સનું નામ પાર્થ દોશી છે, જે CA છે પણ હાલ પોલીસ સટ્ટાકાંડ માં માસ્ટર આઈડી આપવાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી. અમૃતસર એરપોર્ટ પર આવતાં જ ઇમિગ્રેશનના અધિકારીઓએ SMCના અધિકારીને જાણ કરતા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં બુકીઓને 3 માસ્ટર આઈડી આપનાર પાર્થ દોશી જ હતો. જે વર્ષ 2018 થી દુબઇ જ હતો, માધુપુરા સટ્ટા કાંડની ફરિયાદ નોંધાયા બાદ તેના સામે લુકઆઉટ નોટિસ કાઢવામાં આવી હતી. ત્યારે દુબઈથી આવતા જ પકડી પાડવામાં આવ્યો હતો.

SMC ની મુશ્કેલીનો વધારો તો ત્યાં થયો છે કે પાર્થ દોશી કોઈ પણ મોબાઈલ સાથે લઇને આવ્યો નથી, ત્યારે આગળના કનેક્શન SMC માટે ખોલવા મુશ્કેલ છે. માધુપુરા 2323 હજાર ક્રિકેટ સટ્ટાકાંડમાં અગાઉ પકડાયેલા આરોપી ધવલ સોમાભાઈ પટેલ અને જિગ્નેશ નરેશભાઈ પટેલ પાસેથી ત્રણ માસ્ટર આઈડી મળી આવ્યા હતા. આ ત્રણેય માસ્ટર આઈડી ધવલ અને જિગ્નેશ ને પાર્થ કમલેશભાઈ દોશીએ આપ્યાની સામે આવ્યું છે.

પાર્થ દોશી માત્ર ભારત ના બુકીઓને જ માસ્ટર આઈડી ન આપતો હતી, પણ દુનિયાના અન્ય દેશોમાં પણ પાર્થ માસ્ટર આઇડીઓ પૂરી પાડી રહ્યો હોવાનું અત્યાર સુધીની પૂછપરછ માં સામે આવ્યું છે. પાર્થ દોશીને ગુજરાતની સટ્ટા બેટિંગની બજારમાંથી 400થી 500 કરોડ રૂપિયા લેવાના હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલે પાર્થ દોશીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તપાસ શરુ કરી છે. આ માધુપુરા 2323 હજાર સટ્ટા બેટિંગકાંડના કેસમાં અત્યાર સુધીમાં 111 આરોપીના નામ તપાસમાં ખુલવા પામ્યા છે. જેમાંથી કુલ 35 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ 76 મોટા બુકીઓ સહીતના આરોપીઓ વિદેશમાં બેઠા છે. જેની સામે પણ SMC એ લુકઆઉટ નોટિસ સહીતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news