ગુજરાતના યુવાઓને લાભ પાંચમ ફળી! આટલા હજાર LRD અને PSIની થશે ભરતી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતા વર્ષે બીજા 9000 LRD અને 300 PSI ની ભરતી કરવામાં આવશે.

ગુજરાતના યુવાઓને લાભ પાંચમ ફળી! આટલા હજાર LRD અને PSIની થશે ભરતી

ગાંધીનગર: રાજ્યનાં દરેક નોકરી ઇત્છુકો માટે સરકારી નોકરી મેળવવાની એક અલગ ચાહના હોય છે. સરકારી મોભો અને સુખ સુવિધાથી અંજાયેલો આજનો યુવા વર્ગ સ્ટ્રગલ લાઈફ જીવવા માંગતો નથી. પરંતુ ચૂંટણી પહેલા લાભ પાંચમના દિવસે રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. 

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતા વર્ષે બીજા 9000 LRD અને 300 PSI ની ભરતી કરવામાં આવશે. 

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તે પહેલા ગુજરાત સરકાર અલગ અલગ માંગોને સંતોષવા માટે મોટી જાહેરાતો કરી રહી છે. રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા ગુજરાત સરકારે આજે યુવાઓ માટે મોટી જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, સરકારે જાહેરાત કરી હતી કે સરકાર આવતા વર્ષે નવ હજાર LRDની ભરતી કરશે. ઉપરાંત ગુજરાત સરકાર આવતા વર્ષે 300 પીએસઆઇની પણ ભરતી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news