Anjar Gujarat Chutani Result 2022 અંજારમાં ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત, રમેશ ડાંગરની થઈ હાર

Anjar Gujarat vidhan sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Anjar Gujarat Chutani Result 2022 અંજારમાં ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત, રમેશ ડાંગરની થઈ હાર

Anjar Gujarat Chunav Result 2022: અંજાર વિધાનસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી કેસરિયો લહેરાઈ રહ્યો છે. અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજાર છરી ચાકૂની બનાવટ, ચામડાની બનાવટો, બાટીક ઉદ્યોગ જગ વિખ્યાત છે. કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની વિધાનસભા બેઠક અંજાર કચ્છનું સૌથી જુનું શહેર છે.જેસલ-તોરલની ઐતિહાસિક સમાધી ધરાવતા આ વિસ્તારમાં અંજાર અને ભુજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અંજાર તાલુકો અને ભુજ તાલુકાના ગામો ધ્રાંગ, લોડાઈ, વાંત્રા, ધરમપુર, જવાહરનગર, લોઠિયા, મોડસર, મોખાણા, ડગાળા સહિત કુલ 66 ગામોનો સમાવેશ થાય છે.

અંજારમાં ભાજપની જીત 
અંજારના ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા 37709 લીડથી વિજેતા બન્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરને 61367 મત મળ્યાં છે.

કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત 
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે.  

1.અબડાસા -પદ્યુમ્નસિંહ જાડેજા -ભાજપ -જીત 8500 ની લીડ 
2. માંડવી -અનિરુદ્ધ દવે -ભાજપ -જીત 48297 લીડ 
3. ભુજ -કેશુભાઈ પટેલ -ભાજપ -જીત 59814 લીડ 
4. અંજાર -ત્રિકમ છાંગા -ભાજપ -જીત 37709 લીડ 
5. ગાંધીધામ -માલતીબેન મહેશ્વરી -ભાજપ-જીત 37605 લીડ 
6.રાપર- વિરેન્દ્રસિંહ જાડેજા -ભાજપ -જીત 577 લીડ

અંજાર વિધાનસભા બેઠકઃ -
કચ્છ જિલ્લામાં વિધાનસભાની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અંજાર મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,68,185 મતદારો છે, જે પૈકી 1,36,952 પુરુષ મતદારો છે, જ્યારે 1,31,233 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેવા પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે. ટૂંકમાં અહીં ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, લોહાણા વગેરે સાથે જ ઓબીસી મતદારોની સંખ્યા નિર્ણાયક છે.

મુદ્દાઃ-
ટ્રાફિક જામ અને રખડતા ઢોરની સમસ્યા
ગાંધીધામ સુધી સર્વિસ રોડનો વિકાસની માગ
ડ્રેનેજ સિસ્ટમ અને નાળામાંથી ગંદકી દૂર કરવી
રસ્તા રિસર્ફેસ કરવા, પાણીનો ભરાવો દૂર કરવો 
ટેલિકોમ કંપનીઓના ટાવરની સમસ્યા

2022ની ચૂંટણી: - 
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    ત્રિકમ છાંગા
કોંગ્રેસ     રમેશ ડાંગર
આપ    અરજણ રબારી

2017ની ચૂંટણી: -
2017 અંજાર વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ જોઇએ તો વર્ષ 2017માં અંજાર વિધાનસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,29,493 મતદારો પૈકી કુલ 1,56,253 મતદારોએ મત આપ્યા હતા.

અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 11,313 મતથી વિજેતા બન્યા હતાં. આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ વધારે હોવાના કારણે ઉમેદવાર તરીકે ભાજપ કે કોંગ્રેસ કોઈ મોટો બદલાવ નહીં કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

2012ની ચૂંટણી: -
વર્ષ 2012માં અંજાર વિધાનસભા બેઠક માટે કુલ 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,91,008 મતદારો પૈકી કુલ 1,36,635 મતદારોએ મત આપ્યા હતા.

અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી કે હુંબલને 60,061 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર વાસણ આહિરને 64,789 મત મળ્યા હતા અને 2012માં અંજાર વિધાનસભા બેઠક માટે વાસણ આહીર 64,789 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 4728 મતથી વિજેતા બન્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news