Gujarat Rain: આણંદમાં મેઘરાજા વિફર્યા! 4 કલાકમાં જ બોરસદમાં 13 ઇંચ વરસાદ, આ વિસ્તારો જળમગ્ન!

Borsad Rain: બોરસદમાં ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 20 જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું. 20 જેટલી સોસાયટીઓ ની બહાર ઘુટણ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 

Gujarat Rain: આણંદમાં મેઘરાજા વિફર્યા! 4 કલાકમાં જ બોરસદમાં 13 ઇંચ વરસાદ, આ વિસ્તારો જળમગ્ન!

Anand Borsad Rain News: બોરસદમાં સવારથી જ મેઘરાજાએ બૂમ પડાવી દીધી છે. સવારથી જ વરસતા વરસાદે આખા શહેરને પાણી પાણી કરી મૂક્યું છે. બોરસદ શહેરમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા વન-તળાવ વિસ્તારમાં 4 ફૂટ પાણી ભરાતા SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બોટની મદદથી લોકોનું સ્થળાંનર શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 

બોરસદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. માત્ર ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 20 જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જનજીવન અસરગ્રસ્ત થયું હતું. છેલ્લે જાણવા મળતી માહિતી પ્રમાણે 20 જેટલી સોસાયટીઓની બહાર ઘુંટણ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આંકડાની વાત કરીએ તો બોરસદ પંથકમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હતો. ત્યારબાદ 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, માત્ર 4 કલાકના સમયગાળામાં જ 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.

બોરસદના આ રસ્તાઓ બંધ
અતિ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે. હાલમાં બોરસદ, અલારસા, કોસીન્દ્રા, આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય બોરસદ નગરના જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક નીચાણવાળા રહેણાંક મકાનોમાં પણ પાણી ઘુસી ગયાં હતાં. જેને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. બોરસદમાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news