અમૂલ ડેરીને મળ્યા વાઈસ ચેરમન, અઢી વર્ષની કાયદાકીય લડત બાદ જગ્યા ભરાઈ
અમૂલ ડેરીના વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા હતા. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા હતા. જેના કારણે રાજેન્દ્રસિંહ પરમાર 3 મતે વિજય બન્યા છે
Trending Photos
આણંદ: અમૂલ ડેરીને આજે નવા વાઈસ ચેરમેન મળ્યા છે. અમૂલ ડેરીના વાઈસ ચેરમેન પદની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. જોકે, કાયદાકીય કાર્યવાહીના કારણે મત ગણતરી સ્થગિત કરાઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા બાદ સ્થગિત કરાયેલી મત ગણતરી આજે કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા હતા. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા હતા. જેના કારણે રાજેન્દ્રસિંહ પરમાર 3 મતે વિજય બન્યા છે. છેલ્લા ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે. 2020 માં ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઇ હતી. સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે લાંબી કાયદાકીય લડાઈ પછી વાઈસ ચેરમેનની જગ્યા ભરાઈ છે. જોકે ચેરમેન પદે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે 23 ઓક્ટોબર 2020 માં અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અઢી વર્ષની મુદત માટે યોજાયેલી ચૂંટણીમાં રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચે ટક્કર થઈ હતી. જોકે અમૂલ ડેરીના નિયામક મંડળમાં 3 સરકારી સભ્યોની નિયુક્તિને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને મતગણતરી પેન્ડિંગ રાખવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ચેરમેન પદે રામસિંહ પરમાર બિનહરીફ થવા છતાં તેમની સત્તાવાર જાહેરાત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે