અમરેલી : લગ્નમાં ઘોડીના મોતના લાઈવ દ્રશ્યો જોઈ હચમચી ઉઠશો

 અમરેલીના શીવડ ગામે એક લગ્નપ્રસંગમાં વરઘોડામાં ઘોડીનું અચાનક મોત નિપજ્યું હતું. ત્યારે હવે ઘોડીના મોતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. 

અમરેલી : લગ્નમાં ઘોડીના મોતના લાઈવ દ્રશ્યો જોઈ હચમચી ઉઠશો

કેતન બગડા/અમરેલી : અમરેલીના શીવડ ગામે એક લગ્નપ્રસંગમાં વરઘોડામાં ઘોડીનું અચાનક મોત નિપજ્યું હતું. ત્યારે હવે ઘોડીના મોતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. 

વરઘોડામા ઘોડીના મોતનો Live Video આવ્યો સામે......

આ વીડિયો અમરેલીના ધારીના શિવડ ગામે યોજાયેલ એક લગ્ન પ્રસંગનો હોવાનું સામે આવ્યું છે. જેમાં વરઘોડામાં ઘોડી કૂદતા તેનું બેલેન્સ ગયું હતું. અને બાદમાં તે દિવાલ સાથે અથડાઈ હતી. ઘોડી કૂદતા તેના માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. ઘોડી નીચે પટકાયા બાદ તેના સવારે તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઘોડી ઉભી થઈ શકી ન હતી. જોકે, તેનું ત્યાં જ મોત થયું હતું. જોકે, ઘોડીના અચાનક ફટકામાં સવારનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાનો વીડિયો લગ્ન પ્રસંગમાં વરઘોડામાં હાજર રહેલ કોઈ વ્યક્તિએ લીધો હતો. વીડિયો 21 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news