ગાંધીનગર બેઠક માટે અમિત શાહ ભરશે ફોર્મ, 30 માર્ચે કરશે ભવ્ય રોડ શો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે તેઓ આગામી 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તેઓ 4 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું છે.

ગાંધીનગર બેઠક માટે અમિત શાહ ભરશે ફોર્મ, 30 માર્ચે કરશે ભવ્ય રોડ શો

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે તેઓ આગામી 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તેઓ 4 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું છે. ત્યારબાદ તેઓ વિજય મહૂર્તે ઉમદવારી ફોર્મ ભરશે.

ગુજરાત લોકસભાને લઇને ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે લાલ કૃષ્ણ અડવાણી જ્યાંથી ચૂંટણી લડતા હતા તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ આગામી 30 માર્ચે અમિત શાહ વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે આ ફોર્મ ભરતા પહેલા અમિત શાહના 4 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહના રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ રોડ શોના રૂપ પરની સંપૂર્ણ તેયારીઓનું નિરીક્ષણ રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન કરવાના છે. અમિત શાહના આ રોડ શો દરમિયાન ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના સાથી પક્ષોના નેતાઓ સહીત શહેર ભાજપના આગેવાનો હજાર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરથી આ ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે જ ગાંધીનગરથી ચૂંટણી લડતા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી. ત્યારે ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ખૂબજ મહત્વની છે. તેને લઇ ગાંધીનગરની બેઠક સાથે જ રાજ્યની 26 બેઠકો પર પણ જીત અપાવવાની જવાબદારી અમિત શાહના માથે રહશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news