અમિત શાહે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે આપ્યા આ સૂત્રો
Trending Photos
અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતમાં લોકસભા ઈલેક્શન માટે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં. તેમણે સવારે પોતાના નિવાસ સ્થાને ભાજપનો ઝંડો ફરકાવીને સ્ટીકર લગાવીને બાદમાં ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. અમદાવાદના પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને ભાજપને જીતાડવાનો સંકલ્પ આપ્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા પર લાવવા માટેના કેટલાક મંત્ર આપ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, નેતાઓ અને કાર્યકરો તથા ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ત્યારે 2019માં પીએમ મોદીને ફરીથી જંગી બહુમતીથી વિજય અપાવવા માટે અમિત શાહે કાર્યકર્તાઓને ચૂંટણી જીતાડવા માટેના કયા 10 મંત્ર આપ્યા તે જાણો.
- 4 કાર્યક્રમો દ્વારા કાર્યકરો દરેક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરે
- દેશભરમાં આજે ભાજપનાં 5 કરોડ કાર્યકર્તાઓ પોતાનાં ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે.
- ભાજપના ચાર કાર્યક્રમો થકી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે. દરેક રાજ્યમાં વિજય સંકલ્પ રેલી નીકળશે. છાતી ઠોકીને ચૂંટણીના મુદ્દા લઈને જનતાની વચ્ચે જાઓ.
- ચૂંટણી લડવાની કલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શીખવાડવાની જરૂર નથી. 2014માં 26 સીટ આપણે જીત્યા હતા. ફરીથી 26 સીટ જીતવાની છે.
- જે રીતે ગુજરાતથી પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત કરી હતી, તે રીતે જ એકવાર ફરીથી સુશાસન માટે પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવી જોઈએ.
- મેરા પરિવાર મેરા ભાજપ પરિવાર, મહાસંકલ્પ અભિયાન, કમલ જ્યોતિ અને વિજય સંકલ્પ રેલી જેવા કાર્યક્રમો થકી ભાજપના દરેક કાર્યકર્તાએ પૂરતા પરિશ્રમની સાથે, માઈક્રો પ્લાનિંગની સાથે વધવુ જોઈએ. સોશિયલી મીડિયાના માધ્યમથી સમગ્ર દેશને બતાવવાનું છે કે, આટલા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે