કોરોના અંગે AMC એ જાહેર કર્યો સ્ફોટક વીડિયો, જોઇને કોઇના પણ હાજા ગગડી જશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને બેદરકારીનો એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે. જે જોઇને કોઇ પણ અમદાવાદી અને ગુજરાતીને આઘાત લાગશે.

કોરોના અંગે AMC એ જાહેર કર્યો સ્ફોટક વીડિયો, જોઇને કોઇના પણ હાજા ગગડી જશે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. અમદાવાદ શહેરમાં પણ સ્થિતી વિપરિત છે. જો અમદાવાદીઓનાં મનમાંથી કોરોનાનો ખોફ નિકળી ગયો છે અને કોરોનાની રસી મળી ગઇ હોય તે પ્રકારે બેખોફ ફરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા આકરો દંડ વસુલવામાં આવી રહ્યો હોવા છતા પણ લોકો કોઇ પણ પ્રકારે માનવા માટે તૈયાર નથી. બેખોફ ફરી રહેલા અમદાવાદીઓનો બેખોફ ફરતો વીડિયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો છે. 

આ વીડિયોમાં સ્પષ્ટપટે જોઇ શકાય છે કે, શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની મજાક ઉડાવી રહ્યા છે. કોરોનાગાઇડલાઇનનું પાલન કર્યા વગર કેરલેસ થઇને ટોળે વી રહ્યા છે બેખોફ થઇને ફરી રહ્યા છે. વીડિયોમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બંન્ને વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર લોકોની ભીડ અને કેવી રીતે તેઓ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે તે બતાવવામાં આવ્યું છે. 25મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓ કોરોનાની ગાઇડ લાઇનના પાલનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 27, 2020

શહેરના પ્રહલાદનગર, ઇસ્કોન ગાંઠીયા, કર્ણાવતી ક્લબ, કાકે કા ઢાબા રિંગ રોડ, ગુજરાત કોમર્સ કોલેજ, રાજનગર કડીયાનાકુ કાલુપુર શાકમાર્કેટ, લો ગાર્ડન, દરિયાપુર, અસારવાર કડીયાનાકા, ભદ્ર માર્કેટ, મચ્છી માર્કેટ અસારવા, ભઠિયાર ગલી, વિરાટનગર, ઠક્કરબાપાનગર, સીટીએમ કડીયાનાકા સહિતના વિસ્તારોના વીડિયો ઉતાર્યા હતા. જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા જોવા મળ્યા હતા. માસ્ક વગર લોકો ટોળામાં બેસેલા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news