17 થી 20 જુલાઈના દિવસો ભયાનક જશે : 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

Ambalal Patel Monsoon Prediction : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,,, આવતીકાલથી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
 

17 થી 20 જુલાઈના દિવસો ભયાનક જશે : 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

Gujarat Weather Forecast : આજથી પાંચ દિવસ ગુજરાત માટે બહુ જ ભારે છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ આવશે. આવતી કાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થશે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે.  

ગુજરાતમાં આવતીકાલથી ફરીથી ચોમાસું જમાવટ કરશે. ગુજરાતના વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થયા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી ધમધમશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહામે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આવનારા 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. આજે 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલે મંગળવારે 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

ક્યાં ક્યાં આગાહી 

  • 17 જુલાઈ એ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
  • 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી 
  • 19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી 
  • 20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

યુકેમાં આ કોર્સ કર્યો તો નોકરી પાક્કી સમજો, PR મળતા પણ વાર નહિ લાગે

ઓગસ્ટ પણ ગુજરાત પર ભારે પડશે 
વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news