અમદાવાદીઓને સાવધાન કરતી અંબાલાલની આગાહી : સાબરમતીના પાણી શહેરની હાલત બગાડશે

Ahmedabad Flood : જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ વિકમાં વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતિમાં પાણી આવવાની પૂરી સંભાવના છે. હાલમાં સાબરમતિમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રખાયું છે. જો આ લેવલ તંત્રએ જાળવ્યું અને ઓગસ્ટમાં સાબરમતિમાં પાણી આવ્યું તો અમદાવાદની હાલત બગડી શકે છે

અમદાવાદીઓને સાવધાન કરતી અંબાલાલની આગાહી : સાબરમતીના પાણી શહેરની હાલત બગાડશે

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદ ખમૈયા કરશેના હવામાન વિભાગના રિપોર્ટ વચ્ચે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ વિકમાં વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતિમાં પાણી આવવાની પૂરી સંભાવના છે. હાલમાં સાબરમતિમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રખાયું છે. જો આ લેવલ તંત્રએ જાળવ્યું અને ઓગસ્ટમાં સાબરમતિમાં પાણી આવ્યું તો અમદાવાદની હાલત બગડી શકે છે. હાલમાં જ 3થી 4 ઈંચ વરસાદમાં અમદાવાદમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. અંબાલાલે આગાહી કરી છે કે ઓગસ્ટના પ્રથમ વિકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે અને સાબરમતિમાં પણ પાણી આવશે. જો ધરોઈમાંથી પાણી છોડવા જેવી નોબત આવી તો અમદાવાદીઓની સ્થિતિ બગડી જશે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ અત્યારથી પાણી ભરાય એ પહેલાં સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે હાલના સંજોગોમાં તંત્રના ભરોસે રહેવું એ અઘરું છે. 

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ,  બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે. અત્યાર સુધીનો ગુજરાતમાં સીઝનલ વરસાદનો 83% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ 20 % વધુ રહ્યો છે અને કુલ 120 % વરસાદ પડ્યો છે.

26ના રોજ દરિયામાં ડીપ ડિપ્રેશન
આ ઉપરાંત દરિયામાં અનેક ડિપ્રેશનને કારણે રાજ્યમાં 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે, જેમાં 2, 3 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જારી રહેશે.

27મી બાદ વરસાદનું જોર વધશે

રાજ્યભરમાં અનેક જગ્યાએ ભારે વરસાદ હવે શાંત પડી રહ્યો છે, જોકે, અંબાલાલ પટેલ હજુ ભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે. બીજી તરફ નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27મી બાદ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધે તેવી પૂરી સંભાવના છે. 

ભાદર-1 ડેમની સપાટી 32 ફૂટે પહોંચી છે
ગોંડલ તાલુકાના લીલાળા ગામ પાસે આવેલ ભાદર-1 ડેમ તેના નિયત સ્તરે ભરાયો છે. ભાદર ડેમમાં 32 ફૂટ પાણીની સપાટી નોંધાઈ છે, તો ભાદર ડેમના 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમમાં 1,74,256 ક્યુસેક પાણીની આવક સામે 51,170 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ વધવાને કારણે ડેમના ડાઉનસ્ટ્રીમના 22 ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

માછીમારો 3 દિવસ સુધી દરિયામાં જઈ શકશે નહીં
હવામાન વિભાગે સોમવારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને આજથી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના દ્વારા મળેલ હવામાન માહિતી અનુસાર તારીખ ૨૬-૦૭-૨૦૨૩ થી ૩૦-૦૭-૨૦૨૩ દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે અને તારીખ 26મી જુલાઈ 2023ના રોજ મધ્યમ વરસાદની સંભાવના છે, ત્યારપછીના સમગ્ર આગાહીના સમયગાળા દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. જો મગફળીનાં પાકમાં પીળાશ દેખાય ત્યારે 100 ગ્રામ ફેરસ સલ્ફેટની + 10 ગ્રામ સાયટ્રીક એસીડ 10 લિટર પાણીમા છંટકાવ કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news