સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરનુ શિડ્યુલ પણ બદલાયું
Ambaji Temple Update : બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી :યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આવતીકાલથી ત્રણ સમયે આરતી થશે. તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. બપોરની આરતી વધારાની કરવામાં આવશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવાનું કહેવામાં આવ્યુ છે.
ત્રણવાર આરતી કરાશે
યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો. યાત્રિકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ, અંબાજી મંદિરમાં સમયચક્રમ પ્રમાણે સવાર-સાંજ બે સમય આરતી થતી હતી, હવે આવતીકાલ તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોય છે. જેથી આરતી પણ ત્રણ સમય કરવામાં આવશે.
- સવારે આરતી 7.00 થી 7.30 કલાકે
- સવારે દર્શન 7.30 થી 10.45 કલાકે
- બપોરે આરતી 12.30 થી 1.00 કલાકે
- બપોરે દર્શન 1.00 થી 4.30 કલાકે
- સાંજે આરતી 7.00 થી 7.30 સુધી
- સાંજે દર્શન 7.30 થી રાત્રિના 9.00 સુધી ખુલ્લા રહેશે
એપ્રિલ માસ સુધી અંબાજી મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ. તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રોઢ અવસ્થાના દર્શન કરી શકશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે