મા અંબાના આંગણે રુંડો અવસર, માતાજીનો રથ ખેંચીને ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવાયો

Ambaji Bhadarvi Poonam Melo : મા આદ્યશક્તિની આસ્થાના ઉત્સવ અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ... લાખોની સંખ્યામાં માઈભક્તો કરશે મા અંબાનાં દર્શન...

મા અંબાના આંગણે રુંડો અવસર, માતાજીનો રથ ખેંચીને ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવાયો

અંબાજી :યાત્રાધામઅંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. મેળામાં લાખો શ્રદ્ધાળુઓે પગપાળા માતાના ધામ સુધી પહોંચશે. બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બોલ મારી અંબે... કરતા કરતા શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યાં છે. લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાનાં દર્શન કરશે.

જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ દ્વારા માતાજીનો રથ ખેંચીને અંબાજીનો ભાદરવી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે આદિવાસી કન્યાઓ દ્વારા પણ રથ ખેંચવામાં આવ્યો હતો. આ બાદ જિલ્લા કલેક્ટરે દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી હતી. આ સાથે જ મેળામાં પ્રદર્શન સ્ટોલને પણ ખુલ્લા મુકાયા છે. મેળામાં બાળકો ખોવાય નહિ તે માટે ખાસ ક્યુઆર (Qr) કોર્ડવાળા બાળકોને કાર્ડ પહેરાવાયા છે. મેળામાં કંઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાદરવી પૂનમનો મેળો 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. 

અંબાજી પંથકમાં ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરાયેલા શ્રી ગણપતિનું ગઈકાલે વિસર્જન કરાયું છે. ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમના પહેલા પહેલાઆવે છે ને અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. ગણપતિજીની 11 દિવસની સ્થાપના કરાતી હોય છે, પણ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરુ થઇ રહ્યો છે ત્યારે મેળામાં કોઈ અડચણ ન થાય અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંબાજીમાં વિવિધ સ્થળોએ નાની મોટી સ્થાપના કરાયેલી ભગવાન ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. અંબાજીનો મેળો નિર્વિઘ્ન સાથે સંપન્ન થાય તેમજ આગામી સમયમાં કોઈ પણ પ્રકારની મહામારી ન આવે તેવી પ્રાર્થના પણ કરાઈ. વિસર્જન પૂર્વે ભગવાન ગણપતિજીને અંબાજીમાં નગરયાત્રા કરાવવા શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. 

No description available.

આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે, તેને લઈને મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જ્યારે મંદિરમા દર્શન માટે પણ સિનિયર સિટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મીડિયા માટે અલાયદો કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય 24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે, જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટરોની પણ નિયુક્તિ આપવામાં આવી છે. જ્યારે 256 જેટલા આરોગ્ય કર્મી ફરજ બજાવશે. 

No description available.

આ ઉપરાંત દસ 108 એમ્બુલન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે ને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ઓનલાઇન રજિસ્ટ્રેશન પદ્ધતિમાં સંઘોને વાહન પાસ આપવામાં આવ્યા છે. મેળામાં કાયદો ને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા, 10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટમેન મેળા દરમિયાન કાર્યરત થશે. ઉપરાંત ખાસ કરીને લોકોને ઈમર્જન્સીમાં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદથી પોલીસ સંપર્ક થઇ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news