અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત, રાજ્યસભાની ચૂંટણીમાં કરશે મતદાન

અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રદ કરવાનો મામલે હાઇકોર્ટ દ્વારા અલ્પેશની ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજુઆત થઈ પૂર્ણ હતી. 

અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત, રાજ્યસભાની ચૂંટણીમાં કરશે મતદાન

આશ્કાજાની/અમદાવાદ: અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રદ કરવાનો મામલે હાઇકોર્ટ દ્વારા અલ્પેશની ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજુઆત થઈ પૂર્ણ હતી. આગામી 5 જુલાઇના રોજ યોજાનાર બે સભ્યો માટેની રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા પણ કોર્ટ તરફથી એક સાથે ચૂંટણી યોજવા મામલે પણ કોંગ્રેસને ઝટકો મળ્યો હતો.

મહત્વનું છે, કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શકે અને ચોમાસા સત્રમાં ભાગ ન લઈ શકે માટે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને વચગાળાના ધોરણે સસ્પેન્ડ કરવાની હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. તે અંગે હાઇકોર્ટે ખુલાસો કરતા કહ્યું કે,  વિધાનસભાના સ્પીકરના આદેશ પહેલા નિર્દેશ આપવાની સતા હાઇકોર્ટ પાસે નથી.

જુઓ LIVE TV

 
અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં જણાવ્યું હતું કે, સભ્ય પદેથી નહિ પરંતુ હોદ્દેદાર પદેથી રાજીનામુ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. સ્પીકર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું જ્યૂડીશિયરીને વિધાનસભાન સ્પીકરના આદેશ પહેલા નિર્ણય લેવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની સત્તા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news