અમદાવાદની પ્રાચી જિંદાલને દિલ્હીથી એક ફોન આવ્યો, અને હાથ લાગી મોટી લોટરી

અમદાવાદની પ્રાચી જિંદાલને દિલ્હીથી એક ફોન આવ્યો, અને હાથ લાગી મોટી લોટરી
  • 50 વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી તરફથી ફોન કરી આમંત્રણ અપાયું 
  • ફોન પ્રાચીની માતાએ રિસીવ કર્યો ત્યારે તેમને પહેલા તો ફેક કોલ હોવાનું લાગ્યું અને તેમણે થોડી વાતચીત બાદ આ આમંત્રણને મજાક સમજ્યું હતું 

અતુલ તિવારી/અમદાવાદ :26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર થનાર ધ્વજવંદન આ વખતે અમદાવાદની પ્રાચી જિંદાલ માટે યાદગાર બનવા જઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડ અમદાવાદના બોપલમાં આવેલી DPS સ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થીની પ્રાચી PM બોક્સમાં બેસીને નિહાળશે. સમગ્ર દેશમાંથી આ વિશેષ પરેડ પીએમ બોક્સમાંથી બેસીને નિહાળવા માટે 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે, આ વર્ષે આ 50 વિદ્યાર્થીઓમાં અમદાવાદની પ્રાચી જિંદાલનો સમાવેશ કરાયો છે. ત્યારે પ્રાચીને આ તક મળતા સમગ્ર પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે અને હવે આખો પરિવાર દિલ્હી જવા આતુર છે.

આ પણ વાંચો : તંત્રના કાન બહેરા થયા, આંખે અંધાપો આવ્યો... ઠેર ઠેર યોજાતા રાજકીય કાર્યક્રમોમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા 

દિલ્હીથી આવેલો કોલ પ્રાચીની માતાને ફેક લાગ્યો 
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ યોજાનાર પરેડ દરમિયાન 50 વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી તરફથી ફોન કરી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ 50 ફોનમાંથી એક ફોન અમદાવાદના બોપલમાં આવેલી DPS સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી પ્રાચી જિંદાલને પણ ફોન આવ્યો. ફોન પ્રાચીની માતાએ જ્યારે રિસીવ કર્યો ત્યારે તેમને પહેલા તો ફેક કોલ હોવાનું લાગ્યું અને તેમણે થોડી વાતચીત બાદ આ આમંત્રણને મજાક સમજી લીધું હતું. પરંતુ ત્યારબાદ તમામ આમંત્રિત 50 વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું, જેમાં કેટલીક માહિતી માગવામાં આવી તે પણ પ્રાચીની માતાએ આપી ન હતી. પરંતુ પીએમ બોક્સમાં બેસીને 26 જાન્યુઆરીએ પરેડ નિહાળવાનું આમંત્રણ પ્રાચીને મળ્યું છે. ત્યારે તેની માતાને આ વાત હકીકત લાગી હતી.

પ્રાઈમ મિનિસ્ટર બોક્સમાં બેસીને પ્રાચી પરેડ નિહાળશે 
જ્યારે DPS બોપલ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા તેની માતાને જણાવવામાં આવ્યું ત્યારે પ્રાચી અને તેના પરિવારમાં ખુશીનો પાર જ ના રહ્યો અને અંતે ખ્યાલ આવ્યો કે જે કોલ આવી રહ્યો હતો આમંત્રણ માટે એ કોલ ફેક ન હતો. ખરેખર તેમની પુત્રીને 26 જાન્યુઆરીની પરેડ દિલ્હી ખાતે પ્રાઈમ મિનિસ્ટર બોક્સમાં બેસીને નિહાળવા માટે તક મળી છે. આમંત્રણને ધ્યાનમાં રાખતા કદાચ પ્રાચીને પીએમ મોદી સાથે વાર્તાલાપ કરવાનો અવસર મળે તો નવાઈ નહીં.

ધોરણ 10માં પ્રાચી ટોપર રહી હતી 
ગતવર્ષે CBSE દ્વારા યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 500માંથી પ્રાચીએ 499 માર્કસ મેળવી પ્રાચી પોતે ટોપર રહી હતી. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી તરફથી મળેલા આમંત્રણને પગલે આગામી 25 થી 27 તારીખ સુધીની તમામ વ્યવસ્થાઓ પ્રાચી માટે કરી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news