રાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી રહસ્યો

ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી. 

રાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી રહસ્યો

ઝી બ્યુરો/રાજકોટ: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તાર રાજકોટ સુધી લંબાયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી. 

જોકે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી હતી. ત્યારે હવે આ તપાસના છેડા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ સુધી લંબાઈ શકે તેમ છે. જો કે હાલ ડોક્ટર સંજય પટોલિયા ક્યાં છે કોઈને ખબર નથી. 

અમદાવાની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંડોવાયેલ ડોક્ટર સંજય પટોલીયા 2002થી રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. આજે Zee 24 કલાકની ટિમ રાજકોટમાં આવેલ તેમની ન્યુ લાઈફ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા. 

ન્યુ લાઈફ હોસ્પિટલના ડોક્ટર મનદીપ કાપડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંજય પટોલીયા અહીંયાના મુખ્ય સર્જન છે તેમના દ્વારા દર ગુરુવારે અહીંયા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવતી હોય છે. આજે અહીંયા કુલ 6 દર્દીની પ્લાન સર્જરી હતી પરંતુ ગઈકાલે કલ સાંજે ડોક્ટર સંજય તરફથી આ સર્જરી પોસપોન્ડ કરવા સૂચના આપવામાં આવતા તમામ દર્દીને જાણ કરી આ સર્જરી પોસપોન્ડ કરવામાં આવી છે. 

હાલમાં આજે રૂટિન ઓપીડી ચાલુ છે કોઈ ઓપરેશન કરવામાં આવ્યા નથી. ડોક્ટર સંજય ક્યાં છે એ બાબતે અમને કશું ખબર નથી બે દિવસ પહેલા વાત થયેલ હતી આ પછી કોઈ સંપર્ક થઇ શક્યો નથી. અહીંયા હોસ્પિટલમાં કાર્ડ મારફત કોઈ યોજનામાં સર્જરી કરવામાં આવતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news