અમદાવાદ: ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલાં, ટ્યુશન ક્લાસીસના શિક્ષકે કર્યું એવું કે.....

આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે. અમદવાદ શહેરની વધુ એક એવી ઘટના સામે આવી છે જે સમગ્ર શિક્ષક જાતને હચમચાવી દેશે.

અમદાવાદ: ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલાં, ટ્યુશન ક્લાસીસના શિક્ષકે કર્યું એવું કે.....

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હમણાંથી વિદ્યાર્થીઓ સુરક્ષિત જણાતા નથી, એક પછી એક ટ્યૂશન ક્લાસમાં બનતી ઘટનાઓ સામે આવી રહી છે. અમુક શિક્ષકો શિક્ષકો નહીં પણ હેવાન બનતા જઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલા થયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે. અમદવાદ શહેરની વધુ એક એવી ઘટના સામે આવી છે જે સમગ્ર શિક્ષક જાતને હચમચાવી દેશે. અમદાવાદના ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે કિશોરના વાલીએ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે પોકસો અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ધટનાની તપાસ SCST સેલને સોંપાઈ છે.

પોક્સો અને એટ્રોસીટી હેઠળ નોંધાઇ ફરિયાદ
ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે અડપલા કર્યા છે. ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે. ગાંધીનગરમાં રહેતા ટ્યુશન ક્લાસીસના શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોક્સો અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઇ છે તેમજ પોલીસે ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news