અમદાવાદ: મહિલાનો છુટાછેડાનો કેસ લડનાર વકીલે જ દુષ્કર્મ આચર્યું

કોર્ટમા છૂટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વકીલે ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી ધારાશાસ્ત્રી પર બળાત્કારની ધારા લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ: મહિલાનો છુટાછેડાનો કેસ લડનાર વકીલે જ દુષ્કર્મ આચર્યું

મૌલિક ધામેચા/અમદાવાદ: કોર્ટમા છૂટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વકીલે ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી ધારાશાસ્ત્રી પર બળાત્કારની ધારા લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

કાળો કોટ પહેરી બેઠેલા આ વકીલનું નામ પ્રભાત ડોક્ટર છે. વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે, અને તેવો જ એક છુટાછેડાનો કેસ વકીલ પ્રભાતના હાથે આવ્યો. 24 વર્ષની યુવતી પોતાના પતિ સાથે છૂટાછેડા માગતી હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ વકીલે છૂટાછેડા કરાવવાના બદલે મહિલા સાથે જ બળાત્કાર ગુજાર્યો હતો. તે બળાત્કારના વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી. વકીલ અવાર નવાર બળાત્કાર કરવા લાગ્યો. જેથી મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 

બળાત્કાર અને યૌન શોષણની આ ઘટનાની શરૂઆત 2019 ના જૂન મહિનાથી થઈ હતી. પ્રથમ વખત આરોપી વકીલને મહિલાને કોર્ટ કેસના જરૂરીના દસ્તાવેજ લેવાના બહાને ઘરે લઈ ગયો. જ્યાં પ્રસાદી રૂપે પેંડો ખવડાવી મહિલા બેભાન થયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. 

રાણીપ પોલીસે વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરી છે. જોકે આરોપી વકીલનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુધ્ધ પુરાવા એકઠા કરી કાનુની કાર્યવાહી કરવામા આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news