સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઇન્ટ! માત્ર 5 કલાકમાં આ બ્રિજ પાસેથી 4 મૃતદેહ મળતા ખળભળાટ
અનેક લોકો જીવનથી થાકી-હારીને નદીનાં વહેતાં નીરમાં પડતું મૂકી મોતને વહાલું કરી રહ્યા છે. આજે સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદને પૂર્વ-પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચતી સાબરમતી નદી એક તરફ તેના જળથી લોકોને જીવન પૂરું પાડી રહી છે, બીજી તરફ તેના સોહામણા રિવરફ્રન્ટના વોક-વે લોકો માટે આનંદ-પ્રમોદનાં સ્થળ બનવાની સાથે કમનસીબે સ્યુસાઈડ પોઈન્ટ પણ થયા છે. અનેક લોકો જીવનથી થાકી-હારીને નદીનાં વહેતાં નીરમાં પડતું મૂકી મોતને વહાલું કરી રહ્યા છે. આજે સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે.
સાબરમતી નદીમાથી ફાયર વિભાગે એક જ દિવસમાં 4 મૃતદેહ બહાર કાઢતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધીમાં પાંચ અલગ અલગ બનાવો સામે આવ્યા છે. પાંચ કલાકમાં નદીના પાંચ કૉલ મળ્યા હતા. પાંચ કોલમાં 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. ઉસ્માનપુરા ગાર્ડન, આંબેડકર બ્રિજ,સુભાષ બ્રિજ,એલિસ બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યા છે.
સૌ પ્રથમ સાબરમતી નદીમાં જુદા જુદા સ્થળે 2 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં આંબેડરકર બ્રિજ અને ઉસ્માનપુરા ગાર્ડન પાછળથી એક એક યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ જમાલપુર સપ્તર્ષિ આરા પાસે નદીમાં કુદનાર વ્યક્તિને ફાયર બ્રિગેડે બચાવ્યો હતો. સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ સુસાઈટના 5 બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. આજે (શનિવાર) વહેલી સવારથી પાંચ અલગ અલગ બનાવો સામે આવ્યા છે. માત્ર પાંચ કલાકમાં નદીમાં કૂદવાના પાંચ કોલ મળ્યા હતા. પાંચ કોલમાં 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવાયો છે.
આંબેડકર બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સુભાષ બ્રિજ નારાયણ ઘાટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સપ્તર્ષિનો આરા પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉસમાનપુરા ગાર્ડન પાછળથી પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડે નદીમાંથી તમામ મૃતદેહ કાઢી પોલીસને સોંપ્યા છે. પરંતુ એલિસ બ્રિજ ઉપરથી નદીમાં જમ્પ લાવનાર યુવકને ફાયર બિગેડ બચાવી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પાંચે બનાવવામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંચે બનાવમાં નદીમાં પડવા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આમ સાબરમતી નદી સુસાઈડ પોઈન્ટ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે, આશ્ચર્યજનક બાબત એ છે કે સાબરમતીમાં ઝંપલાવનારા લોકોમાં કોમળ હૃદય ધરાવતી સ્ત્રીઓ કરતાં લોખંડી મનોબળ રાખતા પુરુષોની સંખ્યા ચાર ગણી વધુ છે. છેલ્લા બે વર્ષમાં 60 સ્ત્રીઓ સામે 249 પુરુષોએ આપઘાત કર્યો છે. પુરુષો ભલે કઠણ કાળજાના કહેવાતા હોય, પરંતુ તેઓ મનની વાત મનમાં રાખતા હોઈ તેમનામાં ડિપ્રેશન વધતાં આપઘાતના કિસ્સાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં ઘણું ઊંચું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે