અમદાવાદ: બ્રેકઅપનું કહેતા યુવકે જાહેરમાં પ્રેમિકાને 15 લાફા ઝીંક્યા અને પછી...

શહેરનું રિવરફ્રન્ટ પ્રેમીઓ માટેનું સ્વર્ગ બની ચુક્યું છે. અહીં પ્રેમી જોડાઓ યેન કેન પ્રકારે મળતા હોય છે. જો કે અહીં આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક યુવતીને જાહેરમાં તેના પ્રેમી દ્વારા 15 ઝાપટ મારી દેવામાં આવી હતી. યુવકનાં ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. 
અમદાવાદ: બ્રેકઅપનું કહેતા યુવકે જાહેરમાં પ્રેમિકાને 15 લાફા ઝીંક્યા અને પછી...

અમદાવાદ : શહેરનું રિવરફ્રન્ટ પ્રેમીઓ માટેનું સ્વર્ગ બની ચુક્યું છે. અહીં પ્રેમી જોડાઓ યેન કેન પ્રકારે મળતા હોય છે. જો કે અહીં આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક યુવતીને જાહેરમાં તેના પ્રેમી દ્વારા 15 ઝાપટ મારી દેવામાં આવી હતી. યુવકનાં ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, મુળ રાજસ્થાનની વતની 24 વર્ષીય યુવતી શાહીબાગમાં રહે છે અને નરોડા જીઆઇડીસીમાં આવેલી એક બેન્ક શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના માતા પિતા રાજસ્થાન રહે છે. યુવતી શાહીબાદ પીજીમાં રહે છે. તે 17 તારીખની સાંજે બેંકનો સમયગાળો પુર્ણ થયા બાદ શાહીબાગ ખાતે આવેલા પોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર રિક્ષાની રાહ જોઇને ઉભી હતી. દરમિયાન તેની સાથે મેમ્કો શાખામાં કામ કરતો યુવક યશવંત રાણા આવ્યો હતો. 

યશવંત અને આ યુવતી લાંબા સમયથી પ્રેમમાં હતા. જેથી યુવતી તેની પાછળ બેસી ગઇ હતી જેથી બંન્ને રિવરફ્રન્ટ ખાતે ગયા હતા. બાદમાં યુવતીએ રિવરફ્રન્ટ ખાતે યુવકને જણાવ્યું હતું કે, પોતે તેની સાથે સંબંધમાં આગળ વધવા માંગતી નથી. તેથી જ તે છેલ્લા 15 દિવસથી તેના ફોન નથી ઉપાડતી. જો કે યશવંત 15 દિવસથી તેના ફોન નહી ઉપડતા ઉશ્કેરાયેલો હતો. તેણે યુવતીને ધડાધડ 15 લાફા ફટકારી દીધા હતા. જેથી કંટાળેલી યુવતી દ્વારા તેની વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news