Ahmedabad: અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે સરદાર પટેલ Sports Enclave, જાણો તેની વિશેષતાઓ

અમદાવાદમાં આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે સરદાર પટેલ સ્પોર્ટસ એન્કવેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 

Ahmedabad: અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે સરદાર પટેલ Sports Enclave, જાણો તેની વિશેષતાઓ

અમદાવાદઃ અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadium) અગાઉ ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તૈયાર થયેલ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરિકે વધુ જાણીતુ બન્યુ છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રાધાન્ય મળે અને પ્રોત્સાહન મળે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું (Sardar Vallabhbhai Patel Sports Enclave) નિર્માણ પણ કરવામાં આવશે જેનુ ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. 

સ્પોર્ટ્સ એન્કલેવથી શહેરને રમત-ગમત માટેની જરૂરિયાતો સંતોષાવા સાથે રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે. આ સમગ્ર સુવિધાઓથી રમત-ગમત, એથ્લેટીક, ફુટબોલ, એક્વેટીક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર 20થી વધુ ઓલ્મપીક રમતો માટેની સગવડો ઉભી થતા મોટેરા સ્પોર્ટ્સ કેપીટલ તરીકે ઉભરી આવશે. 

અહીંની તમામ સુવિધાઓ આતરરાષ્ટ્રીય માપદંડ અને ધારાધોરણ મુજબ નિર્મિત કરવામાં આવી રહી છે જેથી રાજ્યના ઉભરતા રમતવીરોને રમત-ગમત માટે સંપૂર્ણ સહકાર મળે અને દેશમાં ઓલમ્પિક રમત માટેના ખેલાડીઓ તૈયાર કરી શકાય જે ભારતની રમત-ગમત પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે. 

 સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની વિશેષતાઓ નીચે મુજબ છે:- 

-50 હજાર બેઠકોનું એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ(400 મીટરના ટ્રેક સાથે)

-10થી 12 હજાર બેઠકો ઘરાવતુ ઇન્ડોર એરેના જ્યાંથી વિવિધ રમતોને જોઇ શકાશે

-4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટસ સેન્ટર(વિવિધ રમતો માટે ફ્લેક્સીબલ હોલ અને મદદરૂપ જગ્યા સાથે)

-1 લાખ 20 હજાર ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર(50x25મીટર ઇન્ડોર અને આઉટડોર પુલ સાથે )

-15 હજાર બેઠકો ધરાવતુ હોકી સ્ટેડીયમ

-5 હજાર બેઠકો ધરાવતુ રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન

-5 હજાર બેઠકો ધરાવતુ સાયકલીંગ માટેનું હેલોડ્રોમ

-5 હજાર બેઠકો ધરાવતુ ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટસ

-વિવિધ રમત ધરાવતા એરેના અને મેદાન

-વોટર સ્પોર્ટસ માટે બોટીંગ કેન્દ્ર

-બેડમીંટન , ટેબલ ટેનીસ, બોક્સિંગ અને તલવાર બાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ

-3 હજાર એપાર્ટમેન્ટ સાથેનું એથ્લેટીક વિલેજ(12500 બેડ સાથે)

-7500 કાર અને 1500 દ્વિ-ચક્રી વાહનો માટેની પાર્કીંગ સુવિધા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news