હું ગંગુબાઈ... 'કુંવારી તમે છોડી નહીં, શ્રીમતી કોઈએ બનાવી નહીં'

એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર મોસ્ટ એવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું (Gangubai Kathiawadi Teaser) ટિઝર રિલીઝ થયું છે. ટિઝરમાં આલિયા ભટ્ટનો દમદાર રોલ જોવા મળશે

હું ગંગુબાઈ... 'કુંવારી તમે છોડી નહીં, શ્રીમતી કોઈએ બનાવી નહીં'

મુંબઇ: એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર મોસ્ટ એવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું (Gangubai Kathiawadi Teaser) ટિઝર રિલીઝ થયું છે. ટિઝરમાં આલિયા ભટ્ટનો દમદાર રોલ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ઘણી અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મ માટે આલિયાએ તેના હાવ-ભાવ અને ટોન પર ઘણી મહેનત કરી છે.

શું છે ટિઝરમાં?
ટિઝરમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) સંપૂર્ણ રીતે છવાઈ છે. ટ્રેલરની શરૂઆત વોઈસ ઓવરથી થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કમાઠીપુરામાં ક્યારે અમાસની રાત થતી નથી. કેમ કે, ગંગુ રહે છે. ટિઝરમાં આલિયા ભટ્ટની એન્ટ્રી પણ જબરદસ્ત અંદાજમાં થયા છે. તે કહે છે કે, ગંગુ ચાંદ થી ઓર ચાંદ હી રહેગી. ફિલ્મમાં આલિયાની હરકતો પણ ખૂબ જ આકર્ષક છે. ગંગુબાઈના રોલ માટે જે હિંમત, શક્તિ, ગુસ્સો અને નિડરતા જોઇએ તે બધુ જ આલિયાના તેવરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

આલિયાનો દમદાર સંવાદ
ટિઝરમાં આલિયાએ (Alia Bhatt) એકથી ચડિયાતા એક ડાયલોગ બોલ્યા છે. ઇજ્જત સે જીને કા કિસી સે ડરને કા નહીં, ન પુલિસ સે, ન એમએલએ સે, ન મંત્રી સે, કિસી કે બાપ સે નહીં ડરને કા, જમીન પર બેઠી બહુત અચ્છી લગ રહી હે તૂ આદત ડાલ લે ક્યોંકિ તેરી કુર્સી તો ગઈ, કુવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસી ને બનાયા નહીં. જેવા ડાયલોગ આલિયાએ દમદાર રીતથી બોલ્યા છે. આલિયા ઘણી એક્સપ્રેસિવ જોવા મળી રહી છે.

આલિયાનો એટ્રેક્ટિવ લૂક
આખા ટિઝરમાં આલિયાનો (Alia Bhatt) લૂક ઘણો શાનદાર છે. મોટો ચાંદલો, આંખમાં મેસ, ફૂલોની જ્વેલરીમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાના લૂક પર ખુબજ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મનો સેટ પણ ઘણો શાનદરા અને મોટો છે. ખરેખરમાં સંજય લીલા ભણશાલીની Sanjay Leela Bhansali) છાપ ટિઝરમાં જોવા મળી રહી છે.

ફિલ્મમાં હશે સ્પેશિયલ ડાન્સ નંબર
તમને જમાવી દઇએ કે, ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટોરી 'ધ માફિયા ક્વીન ઓફ મુંબઈ' પર આધારીત છે. સમાચારોનું માનીએ તો સંજય લીલા ભણસાલી તેમની આ ફિલ્મમાં પણ કેટલાક કમાલના ડાન્સ નંબર્સ ઉમેરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં આલિયાના બે સ્પેશિયલ ડાન્સ નંબર હશે. તેમાંથી એક તો ટિપિકલ ભણસાલી નંબર હશે, જે 200 થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે ખૂબ જ ભવ્ય શૈલીમાં શૂટ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news