અમદાવાદ: રીવરફ્રન્ટ પોલીસે 45 લાખના સોના સાથે એક યુવકની કરી અટકાયત 

શહેરની રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક યુવકની 45 લાખ રૂપિયાના સોના સાથે અટકાયત કરી છે. રીવરફ્રન્ટ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી. તે સમયે એક એક્ટીવાચાલકને રોક્યો હતો. પોલીસે એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. સોનાને લઇને યુવકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતાં તેમજ તેનું બીલ નહીં આપતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની અટક કરીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: રીવરફ્રન્ટ પોલીસે 45 લાખના સોના સાથે એક યુવકની કરી અટકાયત 

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરની રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક યુવકની 45 લાખ રૂપિયાના સોના સાથે અટકાયત કરી છે. રીવરફ્રન્ટ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી. તે સમયે એક એક્ટીવાચાલકને રોક્યો હતો. પોલીસે એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. સોનાને લઇને યુવકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતાં તેમજ તેનું બીલ નહીં આપતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની અટક કરીને તપાસ શરૂ કરી છે.

‌ક્રિસમસના તહેવારને ઊજવવા માટે યુવાવર્ગ દારૂની પાર્ટીનું આયોજન કરતા હોય છે. અને અનેક રીતે દારૂની બોટલો પણ લાવતા હોય છે. યુવાનોને રોકવા માટે પોલીસે શહેરમાં ખાસ પ્રકારનું ચેકીંગ શરૂ કર્યું છે. રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ગઇ કાલે વાહન ચેકીંગ કરતી હતી. ત્યારે એક દેવલ શાહ નામનો યુવક એક્ટીવા લઇને પસાર થયો હતો. અને તેના એક્ટીવાની ડેકી ચેક કરી હતી. એકટીવાની ડેકીમાં પોલીસને 45 લાખ રૂપિયાનું દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. પોલીસે દેવલની અટકયાત કરી હતી.

પોલીસ દેવલની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અને તેની સોનાના મામલે પૂછપરછ કરી હતી. દેવલે સોનું ક્યાંથી લાવ્યો છે અને કોને આપવા માટે જતો હતો તેનો કોઇ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. દેવલ પાસે દોઢ કિલો સોનાનું બિલ પણ હતું નહીં, જેથી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news