નોન-વેજ ખાનારા સાવધાન, અમદાવાદમાં આવ્યો બર્ડ ફ્લૂ

મરઘામાં સેમ્પલમાં બર્ડ ફલૂ હોવાનું જણાતા અમદાવાદ કલેકટરે કેટલાક જરૂરી હુકમો કર્યા છે. અમદાવાદ જિલ્લાના સોલા વિસ્તારમાં આવેલ વાસની 1 કિલોમીટરની ત્રિજ્યાને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. 
 

નોન-વેજ ખાનારા સાવધાન, અમદાવાદમાં આવ્યો બર્ડ ફ્લૂ

અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એક વાસમાંથી મરઘા પક્ષાના ટ્રેચિલ સેમ્પલમાં બર્ડ ફ્લૂ (Bird Flu) જોવા મળ્યો છે. આ રોગ  એવીયન ઈંફ્લુએન્ઝા (H5N1) વાયરસ દ્વારા ફેલાય છે, જે પક્ષીઓમાં ઝડપથી ફેલાઈ શકે છે. આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસમાં સમસ્યા તેમજ આંખોમાં લાલશ જેવા ચિહ્નનો જોવા મળે છે. સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવનાર અન્ય પક્ષીઓમાં બર્ડ ફલૂ ફેલાતો હોય છે.

મરઘામાં સેમ્પલમાં બર્ડ ફલૂ હોવાનું જણાતા અમદાવાદ કલેકટરે કેટલાક જરૂરી હુકમો કર્યા છે. અમદાવાદ જિલ્લાના સોલા વિસ્તારમાં આવેલ વાસની 1 કિલોમીટરની ત્રિજ્યાને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. 1 કિમી વિસ્તારના તમામ મરઘાને તાત્કાલિક મારવાનો આદેશ અપાયો છે. પ્રતિબંધિત વિસ્તારમાં શેડમાં રાખવામાં આવેલા પાંજરાઓને 2 ટકા સોડિયમ હાઇપોક્લોરાઈડ અને પોટેશિયમ પરમેગેનેટ દ્વારા જંતુમુક્ત કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

Ahmedabad: વ્યાજખોરીના દૂષણમાં વધુ એક વેપારીનો આપઘાત, સરખેજ પોલીસે પાંચ આરોપીની ધરપકડ  

અસરગ્રસ્ત વિસ્તારમાં મરઘા લાવવા લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે.
મરઘા ફાર્મમાં કામ કરતા વ્યક્તિઓએ રક્ષાત્મક પહેરવેશ પહેરવા સૂચન આપવામાં આવી છે.  ફેસમાસ્ક, મોજા, ગમબુટ, ગ્લોઝ પહેરવા આદેશ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારની આસપાસના 10 કિમી વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરાયો છે. આગામી 60 દિવસ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં કરાયેલા હુકમ લાગુ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news