ટ્રાફિકની સરળતા માટે અમદાવાદ પોલીસે લોન્ચ કરી એપ્લિકેશન, એક ક્લિકે મળશે તમામ અપડેટ

મહત્વનું છે કે google મેપ દ્વારા ટ્રાફિક જામ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકગ્રસ્ત એરીયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનથી પબ્લિકને મળી રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી,ચેન્નાઇ કોયમ્બતુર અને બેંગલોર જેવા સિટીમાં પણ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી ચૂકી છે.

ટ્રાફિકની સરળતા માટે અમદાવાદ પોલીસે લોન્ચ કરી એપ્લિકેશન, એક ક્લિકે મળશે તમામ અપડેટ

મૌલિક ધામેચા/અમદાવાદ: ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના સ્થળના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુસર બનાવવામાં આવી છે. "રોડ ઇઝ " નામની એપ્લિકેશનથી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા google મેપ થકી મદદરૂપ બનશે. 

મહત્વનું છે કે google મેપ દ્વારા ટ્રાફિક જામ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકગ્રસ્ત એરીયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનથી પબ્લિકને મળી રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી,ચેન્નાઇ કોયમ્બતુર અને બેંગલોર જેવા સિટીમાં પણ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી ચૂકી છે. જેનાથી ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમનમાં સરળતા થઈ છે. સાથે પબ્લિકને પણ વાહન કયા રસ્તા ઉપર થી ચલાવવા તે અંગે સમયસર માહિતી મળી રહેશે.

કેવી રીતે કામ કરશે એપ્લિકેશન ?    
ટ્રાફિક પોલીસને પબ્લિક સુધી રિયલ ટાઇમ અપડેટ પોહચાડવા google મેપ થકી આ એપ્લિકેશન દ્વારા કામ થશે. જેમાં ટ્રાફિક પોલીસ પોતાના ફરજ પર ના હાજર સ્થળેથી અકસ્માત થયેલ હોય, ખોદકામ ચાલુ હોય, વન વે હોય કોઈ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય કોઈ કારણોસર ટ્રાફિકજામ થયેલ હોય તો ટ્રાફિક પોલીસ જે તે સ્થળ પર પહોંચીને તે જગ્યાના લેટ લોંગ ફોટા અથવા તો વોઇસ મેસેજ રોડ ઇસ નામની આ એપ્લિકેશન પર અપલોડ કરશે. 

બાદમાં ટ્રાફિક કંટ્રોલરૂમમાં થી એપ્લિકેશન સંલગ્ન કર્મચારીઓ google મેપ માં રિફ્લેક્ટ કરશે. જેથી ગુગલ મેપનો ઉપયોગ કરતા તમામ વાહન ચાલકો માટે  વૈકલ્પિક માર્ગ જાણી શકાશે. જેથી વાહન ચાલકો પાસે આ અંગેની માહિતી સમયસર પહોંચી જાય. હાલમાં શરૂ કરાયેલી આ એપ્લિકેશન સૌ પ્રથમ વખત મોટેરા સ્ટેડિયમમાં યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડ ની મેચમાં ઉપયોગી નીવડશે. 

મહ્ત્વનુ છે કે આ એપ્લિકેશનના સુચારુ ઉપયોગ માટે ટ્રાફિક પોલીસ જવાનોને તાલીમ પણ આપવામાં આવી. જેથી ટ્રાફિક પોલીસ જવાન આ એપ્લિકેશન મારફતે પોતાના વિસ્તારની ટ્રાફિક ને લગતી અપડેટ 10 થી 15 મિનિટમાં જ google મેપ પર પહોંચાડી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news