અમદાવાદ રથયાત્રા પૂર્વ ખોખરામાંથી દેશી બોમ્બ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં યોજાનાર ભગવાન જગ્ન્નાથની રથયાત્રા પૂર્વે ખોખરા વિસ્તારમાંથી બે દેશી બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ દેશી બોમ્બ હોવાનું સામે આવ્યું છે. આ બોમ્બ અહીં કોણ મુકી ગયું એને લઇને ચર્ચાઓ ઉઠવા પામી છે તો પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. 
અમદાવાદ રથયાત્રા પૂર્વ ખોખરામાંથી દેશી બોમ્બ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ : અમદાવાદમાં યોજાનાર ભગવાન જગ્ન્નાથની રથયાત્રા પૂર્વે ખોખરા વિસ્તારમાંથી બે દેશી બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ દેશી બોમ્બ હોવાનું સામે આવ્યું છે. આ બોમ્બ અહીં કોણ મુકી ગયું એને લઇને ચર્ચાઓ ઉઠવા પામી છે તો પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. 

ઝી 24 કલાકના રિપોર્ટર ઉદય રંજનના જણાવ્યા અનુસાર પોલીસને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાં તપાસ હાથ ધરતાં ઘટના સ્થળેથી બે દેશી બોમ્બ સાથે ખીલીઓ મળી આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે હાલમાં ચિંતાનું કોઇ કારણ નથી પરંતુ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

અહીં નોંધનિય છે કે, આ પૂર્વે નરોડા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને કાર્ટીજ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી 1.27 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે પણ તપાસનો દોર શરૂ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news