Video : નીતા અંબાણીને દીકરાની સગાઈનો ભારે હરખ, કર્યો ટીનેજરને પણ ઝાંખો પાડે એવો ડાન્સ

28 જૂને એન્ટિલિયામાં પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

Video : નીતા અંબાણીને દીકરાની સગાઈનો ભારે હરખ, કર્યો ટીનેજરને પણ ઝાંખો પાડે એવો ડાન્સ

નવી દિલ્હી : બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ભવ્ય સગાઈ 30 જૂન, 2018ના દિવસે છે. હાલમાં પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડની ટોચની હસ્તીઓએ હાજરી આપી હતી. આકાશે બાળપણની મિત્ર શ્લોકાને ગોવામાં 24 માર્ચ, 2018ના દિવસે પ્રપોઝ કર્યું હતું. આ પ્રસંગ વખતે આખો પરિવાર હાજર હતો અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આકાશ અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરમાં મુંબઈ ખાતે યોજાવાની ધારણા છે. 28 જૂનના રોજ એન્ટિલામાં યોજાયેલી તેમની પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા હતા.  આ ફંક્શનમાં નીતા અંબાણીએ ટીનેજરને પણ શરમાવે એવી એનર્જીથી જબરદસ્ત ડાન્સ કર્યો હતો. 

A post shared by VOGUE India (@vogueindia) on

શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કરીને શ્લોકા 2009માં પ્રિસ્ટન યુનિવર્સિટીમાં એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા ગઈ હતી.  આ પાર્ટીમાં નણંદ ઇશા અંબાણી પણ પરંપરાગત ગુજરાતી વિધિથી શ્લોકાનું સ્વાગત કરતી નજરે ચડી છે.

 

A post shared by Bollywood.Chachi.420 (@bollywood.chachi.420) on

હાલમાં આ પ્રિ-એન્ગેજમેન્ટ ફંક્શનની અંદરની અનેક તસવીરો સામે આવી છે જેમાં ઇશા, નીતા, આકાશ અને શ્લોકા પાર્ટીની મજા માણતા દેખાય છે. 
  
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news