અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર સ્ટાફ પાસે લેવડાવ્યા અનોખા શપથ, લોકો કરી રહ્યા છે વખાણ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે માસ્ક પહેરવું કોરોના કાળમાં હિતાવહ છે. સામાજીક અંતર જાળવું, હાથ ધોવા સહીતની કોવીડ-19 ગાઈડ લાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ એક અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં બધા જ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને ખાસ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે. આ શપથમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર સ્ટાફ પાસે લેવડાવ્યા અનોખા શપથ, લોકો કરી રહ્યા છે વખાણ

ઉદય રંજન/અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે માસ્ક પહેરવું કોરોના કાળમાં હિતાવહ છે. સામાજીક અંતર જાળવું, હાથ ધોવા સહીતની કોવીડ-19 ગાઈડ લાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ એક અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં બધા જ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને ખાસ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે. આ શપથમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેર કમિશ્નરે પોલીસ કર્મચારીઓ પાસે શપથ લેવડાવ્યા કે, હું શપથ લવ છું કે, ''હું માસ્ક પહેરવા વગર ઘર બહાર નહિ નીકળું. હું દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ. હું વારંવાર હાથ ધોઇશ કે સૅનેટાઇઝ કરતો રહીશ. હું મારા અને મારા સ્વજનોની રોગ પ્રતિકાર શક્તિ વધારવા આયુષની ઉપચચાર પદ્ધતિઓ અપનાવીશુ. હું યોગ વ્યામથી જીવનશૈલી સુધારીશ અને મારા પરિવાર સમાજના વડીલો બાળકોની બીમારોની વિશેષ કાળજી રાખીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસમાં પણ અનેક અધિકારીઓ સહીત અનેક પોલીસ કર્મીઓ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓનાં અવસાન થયા છે તો કેટલાક સ્વસ્થ પણ થઇ ચુક્યા છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્ર્નરના આ શપથ લોકો માટે પણ એક પ્રેરણા છે. જ્યારે પોલીસ કાયદાઓનું પાલન કરાવતી હોય ત્યારે તે પોતે પણ કાયદાનું પાલન કરે તે ખુબ જ જરૂરી છે. આ ન માત્ર કાયદાકીય દ્રષ્ટીએ પરંતુ સ્વાસ્થયની દ્રષ્ટીએ ફાયદાકારક છે. તેવામાં પોલીસ કમિશ્નરનો આ નવતર અભિગમ આવકાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news