અમદાવાદ: વિકૃત મામાએ 12 વર્ષની ભાણીને અડપલાં કરીને સંબંધ લજવ્યો

અમદાવાદ સવાર પડતાની સાથે જ છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં સામે આવ્યો છે.

અમદાવાદ: વિકૃત મામાએ 12 વર્ષની ભાણીને અડપલાં કરીને સંબંધ લજવ્યો

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં આંબાવાડી વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મામા એ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને છાતીના ભાગે શારીરિક અડપલાં કરી છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 

અમદાવાદ સવાર પડતાની સાથે જ છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલાં કર્યા છે. 12 વર્ષની સગીરા એકલી હતી, ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઈ જઈ કપડા કાઢીને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. સગીરાના પરિવારજનોને જાણ થતા આરોપીને માર મારીને એલિસબ્રિજ પોલીસ હવાલે કર્યો હતો.

આંબાવાડીમાં ફરિયાદી તેમની 6 દીકરી અને 2 દીકરા સાથે રહે છે, અને તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરના માળે રહે છે. સવાર- સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો. જેના કારણે 12 વર્ષની સગીર ભાણી પર નજર બગાડી હતી. સગીરા જ્યારે તેના મામાના ઘરે કપડાં પડયા હોવાથી લેવા ગયા ત્યારે તેના મામાએ ટી શર્ટ કાઢીને છાતીના ભાગે અડપલા કર્યા હતા. ત્યારે સગીરાની મોટી બહેન જોઈ જતા બુમાબુમ કરી મૂકી હતી. જેના કારણે સગીરાના માતા પિતા અને આજુબાજુના લોકોએ ભેગા થઈને આરોપીને માર માર્યો હતો.

આમ સંબંધ પર લાંછન લાગવતા કિસ્સા વધી રહ્યા છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજમાં ક્યારે અટકશે તે એક મોટો પ્રશ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news