અમદાવાદ: સાણંદ શાંતિપુર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બે રીક્ષા અને 5 બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં સ્થળ પર એક બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેનું નામ વિરાજ દેસાઈ હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ: સાણંદ શાંતિપુર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

ઉદય રંજન/અમદાવાદ: અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બે રીક્ષા અને 5 બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં સ્થળ પર એક બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેનું નામ વિરાજ દેસાઈ હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત સર્જાતા સ્થાનિકો એકઠા થઇ જતા કાર ચાલકને માર પણ મારવામાં આવ્યો હતો.  ત્યારે ચાંગોદર પોલીસ ઘટના સ્થળ પર આવી જઈને કાર ચાલકનો કબ્જો મેળવીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે કાર ચાલક વાસણા વિસ્તારમાં રહે છે અને રોનક પટેલ નામ છે.

વડાપ્રધાન મોદી 21 એપ્રીલે આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે મતદાન

કાર ચાલક નશામાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે. ત્યારે પોલીસેએ તપાસ શરૂ કરી છે કે, કારમાં અન્ય કોઈ વ્યક્તિ હતું કે, કેમ અને આ રોનક પટેલ કાર ચાલક ક્યાંથી આવી રહ્યો હતો અને કઈ બાજુ જઈ રહ્યો હતો એ તપાસી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news