વહુ કિચનમાંથી એસિડની બોટલ લઈ આવી, અને ભાન ભૂલેલા દીકરાએ માતા પર ઢોળી દીધી

અમદાવાદમાં એક પુત્રએ એવુ હિંચકારુ કૃત્ય કર્યું કે માતાપુત્રના સંબંધ લજવાયા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક પુત્રએ તેની પત્ની સાથે મળીને માતા પર એસિડ એટેક કર્યો હતો. દીકરા અને તેની પત્નીએ સાથે મળીને એસિડ ફેંકતા માતાના કપડા પર એસિડ પડ્યુ હતું, અને તેઓ થોડા દાઝ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

વહુ કિચનમાંથી એસિડની બોટલ લઈ આવી, અને ભાન ભૂલેલા દીકરાએ માતા પર ઢોળી દીધી

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં એક પુત્રએ એવુ હિંચકારુ કૃત્ય કર્યું કે માતાપુત્રના સંબંધ લજવાયા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક પુત્રએ તેની પત્ની સાથે મળીને માતા પર એસિડ એટેક કર્યો હતો. દીકરા અને તેની પત્નીએ સાથે મળીને એસિડ ફેંકતા માતાના કપડા પર એસિડ પડ્યુ હતું, અને તેઓ થોડા દાઝ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. જેમાં 59 વર્ષીય મહિલાનો પરિવાર રહે છે. મહિલાને સંતાનમાં બે પુત્રો છે. જેમાં મોટો દીકરો મકાનના ઉપરના ભાગમાં અને નાનો દીકરો નીચેના ભાગમાં રહે છે. વૃદ્ધ મહિલા નાના દીકરા સાથે રહે છે. પરંતુ મોટા દીકરા અને તેની પત્ની સાથે તેમનો અણબનાવ ચાલતો હતો. શનિવારે મોડી રાત્રે મહિલાનો મોટો દીકરો અને તેની પત્ની આવી હતી. તેણે મહિલાને ઘર અને દુકાન ખાલી કરવા જવા કહ્યુ હતું. જેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 

બોલાચાલી એટલા હદે વધી ગઈ હતી કે, પુત્રએ માતા સાથે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન વહુ હાથમાં એસિડની બોટલ લઈ આવી હતી. ગુસ્સામાં આવેલા દીકરાએ બોટલ માતા પર ફેંકી હતી. આ હુમલામાં માતાની કપડા અને શાલ પર એસિડ પડ્યુ હતું, જેના પર કાંણા પડી ગયા હતા. તો બીજી તરફ, તેમનો ડાબો હાથ દાઝ્યો હતો. 

આ ઘટના બાદ મહિલાએ બૂમાબૂમ કરી હતી. જેમાં નાનો દીકરો મદદે આવ્યો હતો. તે માતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં માતાપુત્રએ પોલીસને બોલાવી હતી. મહિલાએ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news