લો બોલો! દેવું થઈ જતા પેટ્રોલપંપ આસિ.મેનેજરે જ રચ્યું લૂંટનું તરખટ, 3 આરોપીઓની ધરપકડ
અમદાવાદના શાહપુરમાં આવેલ પેટ્રોલ પંપના 2 કર્મચારી પંપના હિસાબની રોકડ રોકડ રકમ લઈને જઈ રહયા હતા. એ સમય દરમિયાન અન્ય બે બાઈક પર આવેલા શખ્સો 9 લાખ રોકડ રકમ ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના વાડજમાં લૂંટ કેસમાં પોલીસ ત્રણ આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. લૂંટમાં પમ્પના 3 કર્મીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. શેરબજારમાં નુકસાન જતા લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
અમદાવાદના શાહપુરમાં આવેલ પેટ્રોલ પંપના 2 કર્મચારી પંપના હિસાબની રોકડ રોકડ રકમ લઈને જઈ રહયા હતા. એ સમય દરમિયાન અન્ય બે બાઈક પર આવેલા શખ્સો 9 લાખ રોકડ રકમ ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. જે બનાવ બનતાની સાથે જ વાડજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા શકમંદ જણાઈ આવ્યા હતા. જેની વધુ તપાસ શરુ કરતા પેટ્રોલ પંપના બે કર્મી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વાડજ પોલીસ પમ્પના મેનેજર હેમન્દ્રસિંહ સોલંકી અને સિધ્ધરાજ સિંહ વાઘેલાની ધરપકડ કરીને 8 લાખ 65 હાજરની રોકડ રકમ કબજે કરી હતી.
વાડજ પોલીસની બંને આરોપી મેનેજર હેમન્દ્રસિંહ સોલંકી અને સિધ્ધરાજ સિંહ વાઘેલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અન્ય એક પંપનો કારમી રોહિત યાદવ પણ આ લૂંટના બનાવમાં સંડોવાયેલ છે. જેના હાથમાં જે આ પૈસા ભરેલ બેગ હતી, એ રોહિત યાદવ જ હતો. ત્યારે વાડજ પોલીસે રોહિત યાદવની પણ ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી તો જાણવા મળ્યું હતું કે 9 લાખની લૂંટ કરી હતી. જેમાં 8 લાખ 65 હાજર પોલીસ કબજે કર્યા છે અને અન્ય 35 હાજરના રકમના આરોપીઓ કપડામાં ખર્ચ કર્યો હતો.
વાડજ પોલીસે આ લૂંટ કેમ કરી એ અંગે પૂછતા મુખ્ય આરોપી હેમન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પોતાને શેરબજારમાં ભારે નુકશાન થયું હતું. જેથી પૈસાની જરૂર હોવાથી અન્ય બે પંપના કર્મીઓને સાથે તૈયાર કરીને લૂંટનો કારસો ઘડ્યો હતો, પણ લાબું ના ચાલ્યું અને 24 જ કલાકના પોલીસની ગિરફ્તમાં આવી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે