AHMEDABAD: હિટ એન્ડ રન કેસમા નવો અને ચોંકાવનારો વળાંક, હોમગાર્ડ જવાનની ધરપકડ

શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો હતો. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સમયે CCTV કારમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી હતી. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીરજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. ધીરજ પટેલ થલતેજમાં તેમના બહેનના ઘરેથી પરત ઇન્કમટેક્સ ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહ્યો હતો. 
AHMEDABAD: હિટ એન્ડ રન કેસમા નવો અને ચોંકાવનારો વળાંક, હોમગાર્ડ જવાનની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ : શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો હતો. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સમયે CCTV કારમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી હતી. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીરજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. ધીરજ પટેલ થલતેજમાં તેમના બહેનના ઘરેથી પરત ઇન્કમટેક્સ ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહ્યો હતો. 

જોકે, સવાલ એ છે કે, ધીરજ પટેલની કારમાં ખાખીધારી શખ્સ સવાર હોવાનું કહેવાય છે. કારમાં ધીરજ પટેલે તેની સાથે પોલીસ કર્મી કે હોમગાર્ડ જવાન બેસાડયૉ હોવાની આશંકા છે. કારચાલક ધીરજ પટેલનું પોલીસ નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. પરંતુ હાલ તે ખાખી ધારી કોણ હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી. આખરે તે હોમગાર્ડ જવાનને શોધવામાં પોલીસને સફળતા મળી છે. વેન્ટો ગાડીમાં બેસી ગાડી પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાન પકડાતા હવે સમગ્ર કેસની ગડીઓ ઉકેલાઇ ચુકી છે તેમ લાગી રહ્યું છે. 

આઈ 20 ગાડી પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. અકસ્માત સર્જાય બાદ પરત ગુરુદ્વારા મુકી જવાનું દબાણ કર્યું હતું. ગુરુદ્વારા પોઇન્ટ પર ફરજ બજાવતા હતો હોમગાર્ડ જવાનને પોલીસે ઝડપી લીધો છે. ટ્રાફિક પોલીસે હોમગાર્ડ જવાનનું નિવેદન નોંધવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તેની પુછપરછમાં અનેક ચોંકાવનારા રહસ્યો ખુલી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news