corona virusથી બચવા માટે અમદાવાદ પાલિકાએ આપ્યો એકદમ ઢિંચાક આઈડિયા
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ચીનને કારણે હાલ ચારેબાજુ કોરોના વાયરસ (corona virus) નો ફફડાટ ફેલાયેલો છે. ચીનથી આવેલા લોકોને અજીબ નજરથી જોવામાં આવી રહ્યાં છે. લોકોને ભીડથી બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે તો કોરોના વાયરસનો ભારતમાં પણ પગપેસારો થઈ ચૂક્યો છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે શું કરવુ તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન (Namaste Amdavad) શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay nehra) એ ટ્વિટ કરીને માહિતી આપી છે.
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ
નમસ્તે અભિયાન શરૂ કરાયું
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 'નમસ્તે અમદાવાદ' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંગે જાણકારી આપતા મ્યુનીસીપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, જુદા જુદા વાયરસ અને બીમારીઓને નાબૂદ કરવા 'નમસ્તે અમદાવાદ' અભિયાન મદદરૂપ બનશે. આપણી જયારે કોઈની સાથે મુલાકાત થાય છે, ત્યારે આપણે સામેની વ્યક્તિ સાથે હાથ મિલાવવાના બદલે આપણે બે હાથ જોડીને 'નમસ્તે અમદાવાદ'નો ઉપયોગ કરીશું. તો તેનો લાભ શહેરને મળશે. શહેરીજનોના આ નાના પગલાંથી બીમારી અટકાવવામાં પણ મદદ મળશે. જોકે મહાનગરપાલિકાના આ અભિયાનને સફળ બનાવવામાં લોકસહકાર જરૂરી છે. વાયરસથી બચવા શહેરીજનો આ અભિયાનમાં જોડાશે તેવી મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ આશા વ્યક્ત કરી છે.
As we get ready to deal with #Coronavirus #COVID19 one of the easiest & most effective things we can do is #NoHandshake #SayNamaste
Let’s spread this message & help in preventing #caronavirusoutbreak pic.twitter.com/LDqNVmcvUK
— Vijay Nehra (@vnehra) March 3, 2020
કોરોના વાયરસથી લડવા એએમસી સજ્જ
દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના એક-એક કેસ નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, કોરોના વાયરસને લઈને AMC સતર્ક છે, શહેરીજનોએ ડરવાની જરૂર નથી. અમદાવાદ મહાનગર પાલિકા જે કોઈ પગલા લઈ રહ્યું છે તેમાં શહેરીજનો સહકાર આપે. તો સાથે જ વિજય નહેરાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કેસ વિશ્વભરમાં જોવા મળી રહ્યા છે. આવામાં અમદાવાદ એરપોર્ટ પર યુદ્ધના ધોરણે થર્મલ સ્કેનર મશીન લગાવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનો અમલ કરાઈ રહ્યો છે. તમામ વિદેશથી આવતા નાગરિકોની તપાસ કરાઈ રહી છે. SVP હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ સાથે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે