પાણીપુરા ખાનારા ચેતી જજો : કિશોરીને પાણીપુરી ખાધા બાદ થયો પેટમાં દુખાવો, ના બચ્યો જીવ

Health Update : યંગસ્ટર્સમાં જંકફૂડ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે... અમદાવાદની 14 વર્ષની કિશોરીને પાણીપુરી ખાધા બાદ લીવરમાં તકલીફ થઈ... લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પણ તેનો જીવ બચ્યો ન હતો

પાણીપુરા ખાનારા ચેતી જજો : કિશોરીને પાણીપુરી ખાધા બાદ થયો પેટમાં દુખાવો, ના બચ્યો જીવ

Ahmedabad News : આજકાલના યંગસ્ટર્સ બહારનું ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. યંગસ્ટર્સ જંક ફૂડના આદિ બની રહ્યાં છે. આ ટેવ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. માનવામાં ન આવે તેવો કિસ્સા સામે આવ્યો છે. પાણીપુરી ખાધા બાદ 14 વર્ષની કિશોરીના લીવરને અસર થઈ હતી. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પણ તેનો જીવ બચ્યો ન હતો. 

અમદાવાદનો એક વિચિત્ર કિસ્સો લોકોને સતર્ક કરી દે તેવો છે. જેમાં 14 વર્ષની કિશોરીને પાણીપુરી ખાધા બાદ હિપેટાઈટીસની અસર થઈ હતી. હિપેટાઈટિસ એ લીવર સાથે જોડાયેલી બીમારી છે. તેની તબિયત એટલી ગંભીર બની કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી હતી. પરંતુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પણ તેનો જીવ બચ્યો ન હતો. અમદાવાદ સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં આ કિસ્સો બન્યો છે. 

આ વિશે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના કન્વીનર ડો.પ્રાંજલ મોદી જણાવે છે કે, સતત બહાર ખાવાની ટેવ તથા જંકફૂડ ખાવાની આદતને કારણે દર્દીઓ વધી રહ્યાં છે. યંગસ્ટર્સના લીવરને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે દર્દીઓના આયુષ્યમાં દસેક વર્ષ જેટલો ઘટાડો થઈ રહ્યોછે. લીવરના કેસ વધી રહ્યાં છે. તેથી તમારું શરીર બીમારીઓનું ઘર ન બને તે માટે ખાસ ધ્યાન રાખો. શક્ય હોય તો બહારનો ખોરાક લેવાનું ટાળો. યોગ્ય આહાર, કસરત વગેરે પર ધ્યાન આપો. 

શું છે હિપેટાઈટીસ બીમારી
હિપેટાઈટિસ એ લીવર સાથે જોડાયેલી બીમારી છે. જેમાં લીવર પર સોજો આવે છે અને બળતરા થાય છે. દૂષિત પાણી અને ખરાબ ભોજન શરીરમાં જાય તો તે સીધા લીવરને અસર કરે છે. જેની શરીરમાં ગંભીર અસરો થાય છે. શરીર પર ટેટૂ કરાવવાખી, દૂષિત લોહી જમા થવાથી, બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી પણ હિપેટાઈટીસનો ખતરો રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news