તેંડુલકર, કોહલી, ગિલ જે ના કરી શક્યા એ આ છોકરાએ કરી બતાવ્યું, બનાવ્યો મહારેકોર્ડ

Yashasvi Jaiswal News: ક્રિકેટની રમત હવે સાવ બદલાઈ ગઈ છે. રોજ બનતા અને તૂટતા નવા નવા રેકોર્ડ તેની ચાડી ખાય છે. તેંડુલકર, કોહલી અને ગિલ સહિતના ટોપ ક્લાસ બેટર્સમાંથી જે કોઈ નથી કરી શક્યું છે એ આ છોકરાએ કરી બતાવ્યું. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચી દીધો છે.

તેંડુલકર, કોહલી, ગિલ જે ના કરી શક્યા એ આ છોકરાએ કરી બતાવ્યું, બનાવ્યો મહારેકોર્ડ

Yashasvi Jaiswal Records: ભારતીય ટીમને મળી ગયો છે લેફ્ટ હેડ બેટિંગનો બાદશાહ. મારે છે એવા ફટકા કે ના પૂછો વાત. હાલમાં જ તેણે પોતાના નામે એવો રેકોર્ડ કરી લીધો છે જે ક્યારેય સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓ પણ નથી કરી શક્યા.  યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો. યશસ્વી જયસ્વાલે ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી.

યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો-
યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ હાંગઝોઉની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. એશિયન ગેમ્સમાં ભારત માટે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્રથમ પુરુષ ખેલાડી છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં 48 બોલમાં પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ હાંગઝોઉની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે.
 

— Ishan Joshi (@ishanjoshii) October 3, 2023

 

શુભમન ગિલનો રેકોર્ડ તૂટ્યો-
યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. જયસ્વાલે ગિલનો રેકોર્ડ઼ તો઼ડીને આ લીસ્ટમાં પોતાનું નામ આગળ કર્યું છે.  

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન:
21 વર્ષ 279 દિવસ - યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ નેપાળ, વર્ષ 2023
23 વર્ષ 146 દિવસ - શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, 2023
23 વર્ષ 156 દિવસ - સુરેશ રૈના વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2010

શું છે ગિલનો રેકોર્ડ?
શુભમન ગિલે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સદીના સમયે શુભમન ગિલની ઉંમર 23 વર્ષ 146 દિવસ હતી. યશસ્વી જયસ્વાલ પણ ડાબોડી બેટ્સમેન છે અને આવા બેટ્સમેન કોઈપણ ટીમ માટે સૌથી મોટા એક્સ ફેક્ટર સાબિત થાય છે. ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બેટિંગમાં માહેર છે. આ ખેલાડી ક્રિઝ પર આવતાની સાથે જ તે સૌથી ઘાતક બોલરોની સૌથી પહેલાં અને સૌથી વધારે ધોલાઈ કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news