અમદાવાદ: અપહરણનો ભોગ બનેલા વેજલપુરના ડોક્ટરને ફોન કરી માનસિક હેરાનગતિ

વેજલપુરમાં રહેતા અને એનેસ્થેશિયોલોજી ડોક્ટર કલ્પેશ નકુમને અજાણ્યા નંબર પરથી હબીબ નામથી ફોન કરીને પરેશાન કરતો હતો અને મજાક કરવામાં આવી રહી છે. અવારનવાર ફોન કરીને પરેશાન કરવામાં આવતા ડોક્ટરે છેવટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડો કલ્પેશનું અગાઉ સગર્ભાના મોત મુદ્દે આક્ષેપ કરીને અપહરણ કરવામાં આવ્યું હતું. 
અમદાવાદ: અપહરણનો ભોગ બનેલા વેજલપુરના ડોક્ટરને ફોન કરી માનસિક હેરાનગતિ

અમદાવાદ : વેજલપુરમાં રહેતા અને એનેસ્થેશિયોલોજી ડોક્ટર કલ્પેશ નકુમને અજાણ્યા નંબર પરથી હબીબ નામથી ફોન કરીને પરેશાન કરતો હતો અને મજાક કરવામાં આવી રહી છે. અવારનવાર ફોન કરીને પરેશાન કરવામાં આવતા ડોક્ટરે છેવટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડો કલ્પેશનું અગાઉ સગર્ભાના મોત મુદ્દે આક્ષેપ કરીને અપહરણ કરવામાં આવ્યું હતું. 

એનેસ્થેશિયોલોજી ડોક્ટર કલ્પેશન નકુમના મોબાઇલ પર ફેબ્રુઆરી મહિનામાં હબીબભાઇના નામે ઓળખ આપી. મે મારા માસા મને ફોન કર્યો છે. પૈસા આપી દેવ જણાવ્યું હતું. ડોક્ટરે ના પાડવા છતા અવારનવાર ફોન કરતો હતો. જેથી તેનો ફોન બ્લોક કરી નાખતો હતો. ચાર મહિના બાદ ફરીથી ફોન કરીને હબીબભાઇ તરીકે ઓળખ આપી તારી હોસ્પિટલમાં કેટલા કેસ આપવમાં આવે છે. કેટલા પેશન્ટ આવે છે તેમ કહીને મજાક કરી હતી. પૈસાની માંગ પણ કરી હતી. ચાર પાંચ દિવસે આ રીતે ફોન કરીને હેરાન કરીને મજાક ઉડાવી હતી. અલગ અલગ નંબર પરથી ફોન કરી માનસિક હેરાન કરવામાં આવતા હતા. 

ડોક્ટર કલ્પેશનું ડિસેમ્બર 2019 માં શાહપુરની સગર્ભાના મોતના કેસમાં પાંચ લોકોએ ગાડીમાં અપહરણ કરીને માર માર્યો હતો. જબરજસ્તી તેમનો વીડિયો ઉતાર્યો હતો. જેથી ગભરાઇ તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અલગ અલગ નંબરની માહિતીના આધારે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news