દાદાએ પૌત્ર માટે 16 હજારનું ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, ને બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટમાં પહોંચ્યો મામલો

Consumer Court : કોર્ટે કહ્યું કે, રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો 
 

દાદાએ પૌત્ર માટે 16 હજારનું ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, ને બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટમાં પહોંચ્યો મામલો

Ahmedabad News : ચાઈનીઝ વસ્તુઓ ખરીદતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 16 હજારનું ચાઈનીઝ રમકડું ખરીદીને 24 કલાકમા તૂટી જ જતા ગ્રાહકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ગ્રાહક કોર્ટમાં અરજી કરતા કોર્ટે એવી ટકોર કરી કે, ચાઈનીઝ રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. 

બન્યું એમ હતું કે, અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા દુષ્યંત તનેજાએ તેમના પૌત્ર માટે ચાઈનીઝ બનાવટની 16 હજારની કિંમતની ઈલેક્ટ્રીક અને બેટરીવાળી બાઈક ખરીદી હતી. મોંઘીદાટ ઈલેક્ટ્રીક બાઈક ખરીદ્યાના 24 કલાકમાં જ તે તૂટી ગઈ હતી. કાર પર 7 વર્ષની વોરંટી હોવાછી તેઓ કાર બદલવા ગયા હતા. પરંતુ દુકાનદારે તેમને ન તો કાર બદલી આપી, ન તો રિફંડ આપ્યુ. તેથી તેઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 

તેમજી અરજી પર ગ્રાહક કોર્ટે ટકોર કરી કે, ચાઈનીઝ બનાવટના રકમડા હોવાથી ભારતીય બજાર તેની ગેરેન્ટી નથી આપતું. ચાઈનીઝ રમકડાની અંદર કયા સ્પેરપાર્ટસ છે, તેના પર વોરંટી છે કે નહિ તેના અંગે વોરંટી કાર્ડ પર સૂચના લખઈ હોય તો તે વાંચ્યા વગર મોંઘા રમકડા ખરીદવા છતા તેના પર વળતર મળતુ નથી. બેટરી સંચાલિત કારના છુટા સ્પેરપાર્ટસ જુદા હોવાથી તે તૂટી જાય છે. તેથી તેનુ વળતર ચૂકવી શકાય નહિ. બેટરીને લઈને કોઈ સમસ્યા હોય તો જ તેનુ વળતર મળે. 

કોર્ટે કહ્યું કે, રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો છે. 

ભૂલ કોની
દુષ્યંત તનેજાએ પોતાના પૌત્રને જન્મદિવસ પર આ કાર ગિફ્ટ આપી હતી. જેને 16 હજારમાં ખરીદાઈ હતી. કારની બનાવટ ચાઈનીઝ છે. જેમાં કારની વોરન્ટી 7 વર્ષની અને બેટરીની 4 વર્ષની છે. ચાઈનીઝ રમકડા પર સૂચના લખાયેલી હતી કે, 12 વર્ષ અને 35 કિલોથી વધુના વજનના લોકોએ તેના પર બેસવુ નહિ. તેમના પૌત્રનું વજન 22 કિલો છે. તે કાર પર બેસતા બીજા જ દિવસે તેનું સ્ટીયરિંગ તૂટી ગયું હતું. કારની સીટ પણ તૂટી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news