અમદાવાદ: ચોરી કરવાની આ હતી મોડસ ઓપરેન્ડી, LCBના હાથે 5 આરોપીઓ ઝડપાયા
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન સાથે ગુનાઓને અંજામ આપનાર આ ટોળકીના બે શખ્સો રીઢા ગુનેગાર છે. હાલ તો ચોરીનો ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના લાંભા રીંગરોડ પાસેથી એક ચોર ટોળકી ચોરી કરેલ મુદ્દામાલ સાથે નીકળવાની હોવા અંગેની એસીબીને ચોક્કસ બાતમી મળતા આ ટોળકીને પકડી લેવામાં આવી હતી. સાથે જ ચોરી કરેલ એલસીડી ટીવી, લેપટોપ, હોમ થિયેટર સહિત બે રીક્ષા પણ પોલીસે કબજે કરી છે. પ્રાથમિક તપાસ કરતા આ તમામ મુદ્દામાલ ચોરી કરેલાનું સામે આવ્યું હતું. જેમાં લાલો ચુનારા અને વિજય ચુનારા અગાઉ પણ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં પકડાઇ ચુક્યા છે.
ચોરી કરવાની કેવી હતી મોડસ ઓપરેન્ડી?
પોલીસ ધરપકડમાં ઉભેલા પાંચેય આરોપીઓ ચોરી કરવાની અનોખી મોડેસ ઓપરેન્ડી બનાવી બંધ ઓફિસ કે ગોડાઉનને ટાર્ગેટ કરતા હતા. બાદમાં રીક્ષા લઇ ચોરી કરેલો મુદ્દામાલ ભરી અને ફરાર થઇ જતા હતા. અગાઉ પર અસલાલી, સરખેજ અને વટવા વિસ્તારમાં થયેલી ચોરી આ જ ગેંગે કરી હોવાનું સામે આવ્યું છે. હાલ ચોરીના સાતેક ગુનાઓનો ભેદ એલસીબીએ ઉકેલ્યો છે અને ચોરી કરેલ મોબાઇલ ફોન, લેપટોપ, કેમેરો, એલસીડી ટીવી અને 2 રીક્ષા સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે? અને અગાઉ પણ ગુનાઓને અંજામ આપ્યા છે કે કેમ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે