અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ વચ્ચે થયું ફાયરીંગ, પોલીસને જોઈ બે લોકો પાંચમા માળથી કૂદ્યા
Ahmedabad Firing : પોલીસ આવતા પાંચમાં માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કરતા બેને ઈજા, US મેડ પિસ્તોલ, 7 ખાલી કારતૂસ મળ્યા
Trending Photos
Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારમાં ગણાતા બોપલ વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની છે. એક ખાનગી કંપનીની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યાં છ રાઉન્ડ કરતાં વધારે ફાયરીંગની ઘટના સામે આવી છે. મહાવીર સિંહ જાડેજા નામના આરોપીએ દારૂના નશામાં ધડાધડ ફાયરીંગ કર્યુ હતું. જેમાં પોલીસ આવતા પાંચમાં માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બેને ઈજા પહોંચી છે. ઘટના સ્થળ પરથી US મેડ પિસ્તોલ અને 7 ખાલી કારતૂસ મળી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેગા થયેલા લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્યના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મેઘા તેવારે માહિતી આપતા જણાવ્યું કે, ફાયરીંગ અગાઉ છ આરોપીઓએ એક ખાનગી કોમ્પલેક્ષની ઓફિસમાં દારૂની મહેફિલ માણી હતી. કોમ્પલેક્સના પાંચમા માળે આવેલ ઓફિસમાં દારૂની મેહફિલ માણી હતી. આ દરમ્યાન ફાયરીંગ થતાં એક બાતમીદારે પોલીસને માહિતી આપી હતી. જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ પહોંચતાં બે લોકોએ 5 માળથી ચોથા માળે પડતુ મુક્યું હતું. જેમાં બંનેને ઈજા પહોંચી છે. બંનેના નામ ઋતુરાજ અને કેદાર હોવાનું સામે આવ્યું છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે, 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. દારુના નશામાં મહાવીર જાડેજાએ સ્ટાટર અને પિસ્ટલથી ફાયરિંગ કર્યુ હતું. જગ્યા પરથી 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. મહાવીર જાડેજાએ કચ્છ ના ધમભાઈ પાસેથી પિસ્ટલ મેળવી હતી. એક યુએસ મેડ ની પિસ્ટલ અને એક જીવતો કારતૂસ મળ્યો છે. આરોપીએ દારૂ કે પિસ્ટલના લાયસન્સ અંગે કોઇ પેપર રજુ કરેલ નથી માટે કાયદેસરની કાર્યવાહી કરાશે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઋતુરાજે જમીનની લે વેચ માટેના કામ માટે ઓફિસ ભાડે રાખી હતી. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે