રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી

યુનેસ્કો સંસ્થાના સહયોગથી રશિયાના મોસ્કો ખાતે 16 તારીખથી 18 તારીખ સુધી યોજાનાર 'ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ' માટે દેશભરમાંથી એકમાત્ર અમદાવાદની ફોરમ પટેલની પસંદગી કરવામાં આવી છે. 22 જુદા જુદા દેશોના સ્પર્ધકો વચ્ચે યોજાઈ રહેલા આ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ફોરમ પટેલ સાંસ્કૃતિક ઝાંખી એટલે કે ઘૂમર અને બ્રેથલેસ ગરબાની પ્રસ્તુતિ કરશે. 

રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી

અતુલ તિવારી/અમદાવાદ: યુનેસ્કો સંસ્થાના સહયોગથી રશિયાના મોસ્કો ખાતે 16 તારીખથી 18 તારીખ સુધી યોજાનાર 'ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ' માટે દેશભરમાંથી એકમાત્ર અમદાવાદની ફોરમ પટેલની પસંદગી કરવામાં આવી છે. 22 જુદા જુદા દેશોના સ્પર્ધકો વચ્ચે યોજાઈ રહેલા આ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ફોરમ પટેલ સાંસ્કૃતિક ઝાંખી એટલે કે ઘૂમર અને બ્રેથલેસ ગરબાની પ્રસ્તુતિ કરશે. 

સ્વખર્ચે રશિયા જઈ રહેલી ફોરમની સાથે તેના બે પરિવારજનો પણ તેની સાથે જઈ રહ્યા છે ત્યારે વિજેતા થનાર ઉમેદવારને કેશ પ્રાઈઝ અપાશે સાથે જ ટ્રોફી આપને સન્માનિત પણ કરાશે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ફોરમ પટેલે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત: લાંચ માટે સરકારી બાબુઓએ શોધી નવી પદ્ધતિ, ‘આ છે કોર્ડવર્ડ’

અમદાવાદમાંથી પસંદગી પામેલી ફોરમ પટેલે વિશ્વ ફલક પર ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ઘૂમર અને બ્રેથલેસ ગરબાની પ્રસ્તુતિ કરવા માટે દેશભરમાંથી એકમાત્ર મહિલા તરીકે પસંદગી પામ્યાની ખુશી પણ વ્યક્ત કરી હતી. ફોરમ પટેલ અમદાવાદ સહિત રાજ્ય અને દેશનું નામ વિશ્વમાં રોશન કરશે.

LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news