અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 102 શાળાઓને નોટીસ ફટકારી, જાણો કેમ...

અમદાવાદના DEO તરફથી અમદાવાદની 102 શાળાઓ સામે નોટીસ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છ. જે મુબજ અમદાવાદની 102 જેટલી શાળાઓની 25 ટકાથી 100 ટકા સુધીની ગાન્ટ કાપી લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 102 શાળાઓને નોટીસ ફટકારી, જાણો કેમ...

અતૃલ તિવારી, અમદાવાદ: શિક્ષણ વિબાગ દ્વારા રાજ્યની 2,136 બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કેટલીક શાળાઓએ સાથે અને સહકાર ના આપતા આવી શાળાઓ સામે પગલા ભરવા આદેશ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આપ્યો હતો.

જેના ભાગરૂપે અમદાવાદના DEO તરફથી અમદાવાદની 102 શાળાઓ સામે નોટીસ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છ. જે મુબજ અમદાવાદની 102 જેટલી શાળાઓની 25 ટકાથી 100 ટકા સુધીની ગાન્ટ કાપી લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી ભરતી પ્રક્રિયા સમયે કેટલીક શાળાઓ તરફથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ન યોજવા રજૂઆત કરવામાં આવી હતી.

તો કેટલીક શાળાઓ તો ઇન્ટરવ્યૂ કોલ લેટર ઇશ્યુ થયા બાદ પણ નિયત સમયે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં હાજર રહી ન હતી. અમદાવાદની આવી તમામ 102 શાળાઓ સામે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને નિયમાનુસાર પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો હતો.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news