અમદાવાદના પાનવાળાનો અનોખો દેશ પ્રેમ, આ રીતે કરશે સેનાને મદદ

છેલા ત્રણ વર્ષની ક્રિષ્ના ડિલક્સ ગ્રુપ 26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટના દિવસે તમામ શાખાઓની જે પણ આવક થાય છે તેના 10 ટકા ભારતીય સેનાને દાન કરે છે. 

અમદાવાદના પાનવાળાનો અનોખો દેશ પ્રેમ, આ રીતે કરશે સેનાને મદદ

ઉદય રંજન/ અમદાવાદ: આજે 15મી ઓગષ્ટ નિમિતે અમદાવાદના પાન વાળાએ અનોખી રીતે દેશપ્રેમ બતાવ્યો છે. ક્રિષ્ના ડિલક્સ ગ્રુપેએ પોતાની તમામ દુકાનોનું આજના દિવસનું જે કંઈ પણ આવક થશે જેમાંથી 10 ટકા રકમ ઇન્ડિયન આર્મીને દાન કરશે. 

15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે સામાન્ય રીતે દેશ વાસીઓ દેશભક્તિ ધ્વજવંદન કે પછી કપડા પહેરી અથવા તો સોશિયલ મીડિયામાં જ દેખાડતા હોય છે ત્યારે હક્કીતે દેશ ભક્તિ શું છે અને કઈ રીતે દેશ ને ફાયદારૂપ દેશભક્તિ હોવી જોઈએ ક્રિષ્ના ડિલક્સ ગ્રુપે દેખાડી છે અને એક પ્રેરણારૂપ કાર્ય કરી ભારતીય સેનાને મજબૂત કરી દુશ્મન સામે લાડવા મજબૂત કરી કરી રહ્યું છે.

ક્રિષ્ના ડિલક્સ પાન અને ગિફ્ટ શોપની ગુજરાતમાં કુલ 9 શાખાઓ આવેલી છે. જેમાં અમદાવાદના છ સ્થળો પર ગાંધીનગરમાં એક જૂનાગઢમાં એક અને રાજકોટમાં બે સ્થળો પર હાલ કાર્યરત છે. ત્યારે છેલા ત્રણ વર્ષની ક્રિષ્ના ડિલક્સ ગ્રુપ 26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટના દિવસે તમામ શાખાઓની જે પણ આવક થાય છે તેના 10 ટકા ભારતીય સેનાને દાન કરે છે. 
delux

ક્રિષ્ના ડિલક્સ ગ્રુપના આ અનોખા દેશભક્તિના પ્રેમને ગ્રાહકો પણ આવકારી રહ્યા છે અને ગ્રાહકો પણ આવનારા વર્ષથી ભારતીય સેનાને મજબૂત કરી દેશ ને મજબૂત કરવાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ક્રિષ્ના ડિલક્સ ગ્રુપનો આ વ્યવસાય છેલ્લી ત્રણ પેઢીથી ચાલી રહ્યો છે અને પ્રથમ દુકાનની શરૂઆત 1983માં જૂનાગઢથી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news