'તમે જે પાર્સલ મોકલ્યું છે તેમાં ડ્રગ્સ છે' કહીને અ'વાદના વેપારીને ધમકી, આ રીતે 10 લાખ ખંખેર્યા!
દેશના સોશિયલ મીડિયામાં ડોલી ચાવાળાનું નામ વિદેશમાં ગુંજી રહ્યું છે ત્યારે જ રાજસ્થાનનો એક ચા-વાળો સહિત ત્રણ સાયબર ગઠિયાઓની અમદાવાદ સાયબર ક્રાઇમના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદીને NCBના અધિકારીની ઓળખ પાર્સલમાં ડ્રગ્સ મોકલ્યાનું કહીને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા સાયબર ગઠિયાઓએ પડાવ્યા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાની કીટલી ચલાવનાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
દેશના સોશિયલ મીડિયામાં ડોલી ચાવાળાનું નામ વિદેશમાં ગુંજી રહ્યું છે ત્યારે જ રાજસ્થાનનો એક ચા-વાળો સહિત ત્રણ સાયબર ગઠિયાઓની અમદાવાદ સાયબર ક્રાઇમના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા આ ત્રણ શખ્સોના નામ ઈન્દ્રજીત નેમીચંદ પવાર , રાહુલ ભગવાનરામ ગેહલોત અને કૈલાશ રામપ્રતાપ કુકણા છે.
આ ત્રણ આરોપી પૈકી ઈન્દ્રજીત નેમીચંદ પવાર એ મુખ્ય આરોપી છે, જે રાજસ્થાનના બીકાનેરમાં ચાની કીટલી ચલાવે છે. આ ત્રણેય આરોપીઓએ અમદાવાદના એક વેપારીને SKYP કોલ કરીને કહ્યું હતું કે 'તમે જે પાર્સલ મોકલ્યું છે તે પાર્સલમાં ડ્રગ્સ છે, તમારા પર પોલીસ કાર્યવાહી થશે' તેમ ડરાવી ધમકાવીને ફરિયાદીના નામની બેન્કમાંથી 10 લાખની લોન લઇને પોતાના ખાતામાં જમા કરાવીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.
મુખ્ય આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવારની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બિકાનેર ખાતેની પોતાની ચાની કીટલી ખાતે ચા પીવા આવતા અલગ-અલગ લોકોને કમિશનની લાલચ આપી રુ.૫૦૦૦/- થી ૮૦૦૦/- માં એકાઉન્ટ ખરીદી આ એકાઉન્ટ હોલ્ડરની સહીઓ વાળી ચેકબુક, પાસબુક, ATM કાર્ડ, સીમકાર્ડ સહિતની વસ્તુઓ મેળવી લઈ એકાઉન્ટ ની વિગત આરોપી રાહુલ ભગવાન રામ ગેહલોતને મોકલી આપતો, ત્યારે આરોપી રાહુલ ભગવાન રામ ગેહલોત આ બેન્ક એકાઉન્ટ Binance એપ્લિકેશનના માધ્યમથી ચાઈના ખાતે ના આરોપી JACK અને BERT નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો. આ છેતરપિંડીના રૂપિયા આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવાર દ્વારા આપેલા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. આ એકાઉન્ટમાંથી એકાઉન્ટ ધારકોના સહિ કરેલો ચેક બેંકમાં લઇ જઇ આરોપી કૈલાશ રામપ્રતાપ કુકણા બેંકમાંથી નાણાં ઉપાડી લેતો હતો.
આરોપોની તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમના ગુનામાં પકડાય ચુક્યા છે. જેતે સમયે ત્રણેય આરોપીઓ પાસેથી હરીયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસે JIO કંપનીના સીમકાર્ડ-95 તથા અલગ-અલગ બેંકની ચેકબુક-65, એટીએમ કાર્ડ-61 વિગેરે મુદ્દામાલ તથા રોકડ રૂ.૯,૫૦,૦૦૦/- કબ્જે કરેલ છે. ત્યારે વધુ એક વાર ઝાઇનીઝ ગેંગનો સંડોવણી આવતા સાયબર ક્રાઇમ બ્રાંચની મહેનત વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે